AhmedabadGujarat

ભાજપ નેતાના પુત્રનો વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ, ચાલુ કારમાં મિત્રો સાથે સ્ટંટ કરતો જોવા મળ્યો

આજના યુવાનોમાં શોર્ટ વીડિયો બનાવાનો ક્રેઝ હવે સતત વધી રહ્યો છે. એવામાં ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ મોટા ભાગના લોકો ક્રેઝ જોવા મળ્યો છે. તેમાં પણ ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરનાર યવુક અને યુવતીઓ દ્વારા રિલ્સ વધારે બનાવવામાં આવે છે. ફેમસ થવાના ચક્કરમાં યુવકો દ્વારા જોખમી વીડિયો બનાવતા હોય છે એવામાં કયારેક તો જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. જ્યારે આજે આવો જ એક અમદાવાદના જેતપુરનો એક વિડીયો વાયરલ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના જેતપુરમાં કાર સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેતપુરના ભાજપના નેતાના દિનેશ ભુવાના પુત્ર જયવીર ભુવા દ્વારા કાર સ્ટંટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભાજપ નેતાનો દિકરો મિત્રોની સાથે ચાલુ કારમાં સ્ટંટ કરતો દેખાઈ રહ્યો છે.  

તેની સાથે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, આ વીડિયોમાં યુવકો દ્વારા ટ્રાફિકના તમામ નિયમોનું ઉલ્લઘંન કરવામાં આવી રહ્યું છે. યુવકો દ્વારા ચાલુ કારની ઉપર બેસીને વીડિયો બનાવવામાં આવ્યો હતો. ભાજપ નેતા દિનેશ ભુવાના પુત્રનો વીડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. એવામાં ભાજપ નેતાના પુત્ર સામે કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને સવાલો ઉભા થયા છે.