GujaratSouth GujaratSurat

ભારે વરસાદને પગલે સુરતમાં પડી ગઈ દીવાલ, ફાયર વિભાગની ટીમ થઈ દોડતી

આજે વહેલી સવારથી જ સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પુણા કુંભારીયા રોડ ખાતે આવેલ એક રેસીડેન્સી ની દીવાલ પડી જતા 3 વાહનો ખાડીના પાણીમાં તણાઈ ગયા હતા. ત્યારે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી ને રાહત કામગીરી હાથ ધરી હતી. દીવાલ પડી જતા રેસિડેન્સીમાં રહેતા લોકોને જીવ તાળવે ચોંટી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરના પુણા કુંભારીયા રોડ નજીક ખાડી ને અડીને આવેલ સારથી રેસિડેન્સી આવેલી છે. ત્યારે આજ સવારથી જ પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ખાડી બે કાંઠે વહી રહી છે. જેના કારણે નીચેની ત્યાં જમીનનું ધોવાણ થઈ જતાં આ ઘટના બની હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પાલિકાની બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ની ટીમ તેમજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી. સારથી રેસીડેન્સી ની દીવાલ પડી ગઈ હતી. જેને કારણે બાજુમાં આવેલી ખાદીના પાણીમાં ત્યાં પાર્ક કરેલી 3 કાર પણ બાજુમાં પડી ગઈ હતી. તો પાણીમાં 3 બાઈક પણ તણાઈ ગયા હતા.

નોંધનીય છે કે, દીવાલ પડી જવાના કારણે રેસિડેન્સીના લોકો તરત જ નીચે દોડી આવ્યા હતા. ત્યારે ઘટનાની જાણ થતા જ  ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર દોડી આવી હતી. અને આ મામલે કામગીરી હાથ ધરીને પાણીમાં તણાઈ ગયેલી ત્રણ બાઇક અને ખાડીમાં પડી ગયેલા કારને પણ ત્યાંથી બહાર કાઢી હતી.