Uncategorized

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલનું કરાયું અપહરણ?, જાણો શું છે સમગ્ર મામલો….

વડોદરના ડેસર પોલીસ સ્ટેશનથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરના ડેસર પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વડોદરા પોલીસમાં વિવિધ મુદ્દે વિવાદોમાં રહેલ મણીબેન ચૌધરીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની જાણકારી સામે આવી છે. જાણકારી અનુસાર ફરજ બજાવ્યા બાદ ઘરે પરત આવતા સમયે અજાણ્યા લોકો દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, 25 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર મણીબેન ચૌધરીનું અપહરણ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, થોડા મહિના અગાઉ પણ આ મહિલા કોન્સ્ટેબલ નાસી ગયા હતા. તે દરમિયાન ડભોઈ પોલીસ સ્ટેશનમાંથી જાણકારી મળી હતી કે, તે કોઈ વિધર્મી પ્રેમી સાથે નાસી ગયા હતા. એવામાં હવે પાંચ દિવસ પહેલા જ ડભોઇથી મહિલા કોન્સ્ટેબલની ડેસર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી.

તેની સાથે વિધર્મી પ્રેમી સદ્દામ દ્વારા અપહરણ થયાનો આક્ષેપ કરી ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ડેસર પોલીસ દ્વારા અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલામાં વડોદરા જિલ્લા પોલીસને જાણ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ચોવીસ ક્લાસ જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં મણીબેન ચૌધરીને લઈને કોઈ જાણકારી મળી નથી.