અમેરિકાથી સુરત આવેલ યુવકે કરી આત્મહત્યા, સાતમાં માળેથી લગાવી મોતની છલાંગ
સુરત શહેરથી વધુ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. ચાર દિવસ અગાઉ યુએસએ થી સુરત સંબંધીને ત્યાં આવેલા યુવક દ્વારા સાતમાં માળેથી પડતું મૂકી જીવનનો અંત લાવવામાં આવ્યો છે. ઘટના અંગે જાણકારી મળતા જ પોલીસ હોસ્પિટલ આવી પહોંચી હતી અને આ બાબતમાં તપાસ શરૂ કરી હતી. મરતા પહેલા યુવકે સંબંધીઓને જણાવ્યું કે, “હું કૂદીને જીવનનો અંત લાવી રહ્યો છું..” ને તરત જ ગેલેરીમાં જઈ મોતની તેને છલાંગ લગાવી દીધી હતી. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેચઅપ થઈ ગઈ હતી.
અમેરિકામાં રહેનાર 38 વર્ષીય દિપેશભાઈ રમણલાલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું ઈમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતો હતો. થોડા દિવસ અગાઉ દીપેશ તેના કાકા બીમાર પડતા તેમને મળવા માટે અમેરિકાથી સુરત આવ્યો હતો. ગઈ કાલના દીપેશભાઈ સિટી લાઇટના આર્જવ ટાવરમાં તેના સંબંધીના ઘરે ચાલી રહ્યા હતા. તે સમયે અચાનક જ દિપેશભાઈ બારીની બહાર નજર કરીને બોલ્યા “હું અહીંથી કૂદકો મારી રહ્યો છું’ અને થોડી જ ક્ષણમાં તેમને મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવી દીધું હતું.”
ઘટનાને લઈને તમને જણાવી દઈએ કે, બારીમાંથી કુદકો માર્યા બાદ દિપેશભાઈ દ્વારા બહારના ભાગે રહેલો પતરાનો ભાગ પકડી લેવામાં આવ્યો હતો. તેના લીધે પરિવારના સભ્યો દ્વારા દિપેશભાઈ ને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ દીપેશભાઈનો હાથ છટકી જતા ધડામ દઈને તે નીચે પટકાયા હતા. જોરથી નીચે પટકાતા દિપેશભાઈ નું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને આ બાબતમાં તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, દિપેશભાઈ માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા, આ જ કારણોસર તેમના લગ્ન કરાવવામાં આવ્યા નહોતા. માનસિક બીમારીથી કંટાળી દીપેશભાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દિપેશભાઈ ની બહેન અને માતા પિતા અમેરિકામાં રહે છે, દીપેશ પણ અમેરિકામાં જ રહેતો હતો. તેના માતા-પિતાએ ભારત આવવાની ના પાડી હતી, તેમ છતા તે ભારત આવી ગયો હતો.
આ ઘટનામાં દિપેશનો ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા દીપેશના માતા પિતા સાથે વાતચીત કરવામાં આવી હતી. ત્યારે દીપેશના માતા-પિતા માનસિક બીમારી હોવાનું સામે આવ્યું હતું. અમેરિકામાં રહેનાર દિપેશના માતા પિતા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અમે તો દીપેશને ભારત જવા માટે ના પાડી હતી, તેમ છતાં છતા જીદ કરીને તે ભારત આવી ગયો હતો.