સુરતના ડીંડોલી વિસ્તારમાં હિંદુ યુવતી સાથે બેઠેલા યુવકને હિંદુ સંગઠને આપી તાલીબાની સજા, વિડીયો થયો વાયરલ

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં એક યુવકને તાલીબાની સજા આપવામાં આવી હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. જાણકારી મુજબ, યુવતી સાથે બેસેલા મુસ્લિમ યુવાનોમાંથી એક યુવકને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ઝડપી પાડી એક યુવક દ્વારા માર મારી પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. તેમ છતાં આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ સામે આવ્યો છે. એવામાં વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા આ મામલામાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં એક યુવકને તાલીબાની સજા આપવામાં આવતો વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, હિન્દુ યુવતી સાથે બે મુસ્લિમ યુવકો બેઠેલા હતા. તે દરમિયાન હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ ગાર્ડનમાં આવી પહોંચ્યા હતા. આ વાતની જાણકારી મળતા જ એક મુસ્લિમ યુવક ઘટનાસ્થળ પર નાસી ગયો હતો. એવામાં એક યુવક હિન્દુ સંગઠનના હાથે ઝડપાઈ ગયો હતો. ત્યાર બાદ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા તેને મેથીપાક ચખાડવામાં આવ્યો હતો અને પછી યુવકને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા આ મામલામાં તપાસ શરૂ કરવામાં આવતા આ યુવક તેના અન્ય એક મિત્ર સાથે ગાર્ડનમાં યુવતી સાથે બેઠેલો હતો અને હિન્દુ સંગઠન કાર્યકર્તાઓ તે સમયે આવી પહોંચ્યા હતા. તેમાંથી એક યુવક નાસી ગયો હતો અને એક યુવક ઝડપાઈ ગયો હતો. એવામાં આ મામલામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી તો યુવકને માર મારવાનો એક વિડીયો પોલીસના હાથે લાગી ગયો હતો. તેના લીધે પોલીસ દ્વારા આ મામલામાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.