બોલિવૂડ અભિનેત્રીઓ તેમની સ્ટાઈલ, ફેશન અને લુક માટે ચર્ચામાં રહે છે.નાના ફંક્શનમાં પણ ફેન્સ તેમના આઉટફિટ અને જ્વેલરીને ફોલો કરવાનું પસંદ કરે છે.ખાસ કરીને અભિનેત્રીઓના મંગળસૂત્રની અનોખી ડિઝાઈન જોવા માટે મહિલાઓ આતુરતાથી રાહ જોતી હોય છે,તો ચાલો જાણીએ કઈ અભિનેત્રીના મંગળસૂત્રની કિંમત કેટલી છે.
કેટરીના કૈફે,જેઓએ હમણાં જ લગ્ન કર્યા છે.લાલ કલરની આ જોડીમાં કેટરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી.તેમજ તેમનું મંગળસૂત્ર પણ ચર્ચામાં હતું,જણાવી દઈએ કે આ ડિઝાઈનર મંગળસૂત્રની કિંમત 7 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
તે જ સમયે,સૌથી વધુ ચર્ચામાં રહેલ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.અભિનેત્રીના મંગળસૂત્રની વાત કરીએ તો તેની કિંમત 45 લાખ હોવાનો અંદાજ છે.
ધડકન અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ વર્ષ 2003 માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા.લગ્નની સાથે-સાથે શિલ્પાની વીંટી અને મંગળસૂત્ર પણ ચર્ચામાં રહ્યા હતા.તેમનુ મંગળસૂત્ર 30 લાખ સુધીનું જણાવવામાં આવી રહ્યું છે.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્નમાંથી એક છે.સાથે જ પ્રિયંકાના મંગળસૂત્રની કિંમત પણ લાખોમાં હોવાનું કહેવાય છે.સોનમ કપૂરના મંગળસૂત્રની કિંમત 50 લાખ જણાવવામાં આવી રહી છે.રાજ કુમાર રાવ અને પત્રલેખાના લગ્ન તાજેતરમાં જ થયા.પત્રલેખાના મંગળસૂત્રની કિંમત 2 લાખ જણાવવામાં આવી રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ તેના સિમ્પલ લૂક માટે ઘણી ફેમસ છે,અભિનેત્રીના મંગળસૂત્રની કિંમત લગભગ 4 લાખ રૂપિયા છે.