Ajab GajabGujaratIndiaNewsStorySurendranagar

આ બહેનને સલામ છે, ભાઈઓ માટે પોતાનું જીવન ત્યજી દીધું તો પણ આજે વૃદ્ધાશ્રમના રોટલા તોડવા મજબૂર થયા, વાંચો આ હ્રદયસ્પર્શી ઘટના,

ભાઈ-બહેનનો પ્રેમ બધાથી અલગ ઊભરી આવે છે,માતા-પિતા જેવો પ્રેમ,લાગણી તેમજ દરેક ઈચ્છા પૂર્ણ કરનાર ભાઈ-બહેનના પ્રેમની વાત જ કઈક અલગ હોય છે.એમાં પણ મોટી બહેન પોતાના ભાઈઓ માટે કઈ પણ કરવા તૈયાર હોય છે.પોતાનું જીવન ત્યજી મોટી બહેન ભાઈઓ માટે બધુ જ કરે છે પછી તમે જ વિચારો એ જ ભાઈઓ પોતાની બહેનને તરછોડે તો શું થાય !

આવું કઈક સુરેન્દ્રનગરથી સામે આવ્યું છે.આ મહિલાનું નામ તરુલતાબેન ગત્રાણા છે,તેમની સાથે પણ કઈક આવું જ થયું છે.તેમના માતા-પિતા નાની ઉંમરે જ મૃત્યુ પામ્યા હતા.તેમણે પોતાના ભાઈઓને પગપર કરવા પોતાની તમામ ખુશીઓનો અંત લાવી આખી જિંદગી ભાઈઓ માટે જ મહેનત કરી,તેમણે લગ્ન પણ ન કર્યા.

તેમણે તનતોડ મહેનત કરી ભાઈઓને ભણાવ્યા,પોતાના ભાઈઓને પગપર કર્યા જ્યારે એ જ ભાઈઓને મોટી બહેન માટે ઋણ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે બહેનને તરછોડી દીધી,આજે તરુલતાબેન વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બન્યા છે.પરંતુ તરુલતાબેનને વૃદ્ધાશ્રમમાં કોઈ જીવજંતુ કરડતા યોગ્ય સાર-સંભાળ ન મળતા તેમનો પગ કાપવાનો વારો આવ્યો હતો.

અંતે તેમની સારવાર માટે ગાયત્રી રાવલ નામના એક મહિલા ભગવાન બનીને આવ્યા, તેઓએ તરુલતાબેનની સારવાર માટે વિસનગર લાવ્યા હતા,અંતે થોડા દિવસની સારવાર બાદ તરુલતાબેન માટે રાહતના સમાચાર હતા. આજે તરુલતાબહેન વૃદ્ધાશ્રમના રોટલા તોડવા મજબૂર બન્યા છે.