GujaratIndiaStory

આ દાદા છેલ્લા 55 વર્ષથી ખૂબ જ સ્વાદિષ્ટ સેવ ઉસળ બનાવે છે, જે લોકો ન ખાતા હોય એ પણ ખાતા થઈ જાય છે,

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજે આપણે વાત કરીશું ભાવનગર શહેરની જ્યાં દાદાના હાથના ઉસળ એકવાર ખાશો તો બીજી વાર અવશ્ય જશો.તેમની દુકાન ની સરનામાના ની વાત કરીએ તો તેમની દુકાનનું નામ ભગવતી સેવ ઉસળ છે, જે ભાવનગરમાં ખારગેજ ચોક જોડે નરસિંહદાસ ગાંઠિયાવાળાની સામે આ દુકાન આવેલી છે.

આ દાદા છેલ્લા 55 વર્ષથી સેવ ઉસળ બનાવે છે,તેઓએ ખૂબ જ મોટું નામ કમાવ્યું છે.જે ના ખાતા હોય એ પણ ખાતા થઈ જાય એટલા સ્વાદિષ્ટ સેવ ઉસળ બનાવે છે.શરદી-ઉધરસ થાય તો પણ ગ્રાહક આ દાદાના સેવ ઉસળ ખાવા આવે છે.ગ્રાહકો જ કહે છે કે દાદાના હાથના સેવ ઉસળ ખાવાથી શરદી-ઉધરસ મટી જાય છે.

તેમની દુકાનના સમયની વાત કરીએ તો સવારના 7 વાગ્યાથી રાત્રે લગભગ 8-9 વાગ્યા સુધી ખુલ્લી રહે છે.લોકો દૂર-દૂરથી સેવ ઉસળ ખાવા આવે છે,સાથે લોકો પાર્સલ કરાવીને પણ ઘરે લઈ જતા હોય છે.જો તમને ભાવનગરમાં રહેતા હોય અથવા ભાવનગર બાજુ જાઓ તો દાદાના હાથનું સેવ ઉસળ ખાવાનું ન ભૂલતા.અમારી માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પના જરૂર શેર કરો.