આ દેશમાં વાગ્યો ભારતનો ડંકો, પોલીસ વિભાગમાં સામેલ કર્યો ૧૦૦ ભારતીય સ્કોર્પિયો કારનો કાફલો,
આજકાલ દરેક સ્તરે ભારતનું મૂલ્ય વધી રહ્યું છે.આ અંતર્ગત હવે એક નવી સફળતા મળી છે.હા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ગાડીઓને દેશમાં તો પસંદ કરવામાં આવે છે,પરંતુ હવે સ્વદેશી કંપની પર વિદેશમાં પણ ભરોસો કરવામાં આવી રહ્યો છે.નોંધનીય છે કે કેન્યા પોલીસે મહિન્દ્રા સ્કોર્પિયો સિંગલ-કેબ પિક-અપ એસયુવીના ૧૦૦ યુનિટ તેના કાફલામાં ઉમેર્યા છે.
જો કે,કેન્યા પોલીસે તેના કાફલામાં ઉમેરેલી મહિન્દ્રા સ્કોર્પિયો સિંગલ-કેબ પિક-અપ SUV ભારતમાં વેચાતી નથી.તેના બદલે,ડબલ-કેબ Mahindra Scorpio Getaway Lifestyle પિક-અપ SUV ભારતમાં વેચાય છે.મહિન્દ્રા સ્કોર્પિયો સિંગલ-કેબ મુખ્યત્વે કોમર્શિયલ ગાડી અને સ્પેશિયલ એપ્લીકેશન ગાડી તરીકે ઓફર કરવામાં આવે છે.
કેન્યા પોલીસને પૂરી પાડવામાં આવેલ SUV મહિન્દ્રા સ્કોર્પિયો પર આધારિત છે.આ સિવાય કારનો લુક એકદમ લક્ઝુરિયસ અને મસ્ક્યુલર લાગે છે.બીજી તરફ,જો આપણે તેના એન્જિન વિશે વાત કરીએ,તો આ ગાડીમાં ૨.૨ લિટર, ૪ સિલિન્ડર mHawk ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન છે,આ એન્જિન ૧૧૮ bhp પાવર અને ૨૮૦ પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે અને તેમાં ૫ ટ્રાન્સમિશન ગિયરબોક્સ છે.
સિંગલ કેબની સુવિધા સાથેની આ સ્કોર્પિયો માત્ર વિદેશમાં જ વેચાય છે.આ સિવાય,જણાવી દઈએ કે નવી ૨૦૨૨ મહિન્દ્રા સ્કોર્પિયો ટૂંક સમયમાં ભારતીય બજારમાં જોવા મળી શકે છે અને તે ટૂંક સમયમાં લોન્ચ થવાની આશા છે.એવું માનવમાં આવે છે કે,તેનું વેચાણ માર્ચ પહેલા શરૂ થઈ શકે છે અને તેમાં ઘણા નવા અપડેટ્સ જોવા મળશે.