આ એક જ ટ્રિકથી તમારા દાંતની તમામ સમસ્યા દૂર થઈ જશે, દવાખાને પણ નહીં જવું પડે,
નમસ્કાર મિત્રો,આજકાલ આપણે જોઈએ તો ઘણા લોકોને દાંતના દુખાવા થતા હોય છે,એવામાં તેમણે ઉપયોગી બને એ રીતે આ માહિતી શેર કરીશું,તો ચાલો જાણીએ.દાંતનો કોઈ પણ રોગ હોય,જેમાં દાંતનો સડો હોય,દાંતનો દુખાવો હોય,દાંતમાં લોહી નિકળ્યું હોય,દાંતમાં પાયોરિયા હોય,દાંતમાંથી દુર્ગંધ આવતી હોય,કોઈ પણ પ્રોબ્લેમ હોય તેના માટે આ ઉપાય ખૂબ જ ઉપયોગી છે.
સૌથી પહેલા તમારે બજારમાંથી સરસવનું તેલ લાવાનું છે,તેમાં પણ 2 પ્રકારના મળે છે,તેમાં તમારે તીખું તેલ લાવાનું રહેશે.અને બીજું સિંધવ મીઠું લાવાનું રહેશે.ત્યારબાદ એક વાટકીમાં મીઠું લો, પેસ્ટ બને તેટલા પ્રમાણમાં સરસવનું તેલ ઉમેરો.૧૦-૧૫ દિવસ ચાલે તેટલી પેસ્ટ બનાવો.
જો તમને દાંતનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે દિવસમાં ૨ વાર સવાર-સાંજ જમ્યા પછી તમે આંગળી વડે અથવા બ્રશ પર આ પેસ્ટ લઈ ઘસો.આ પેસ્ટ પેઠામાં ઉતરે એ રીતે ઘસો.આવું ૫ મિનિટ સુધી કરો.આનાથી દાંતના તમામ દુખાવા દૂર થઈ જાય છે.આવું કરવાથી ઘણા લોકોએ દવાખાને પગથિયા ચડવા નથી પડ્યા.
જો તમારે દાંતના દુખાવા મટી જાય અથવા દાંતની કોઈ સમસ્યા ન હોય તો પણ તમારે સાંજે સૂતા સમયે આ પેસ્ટની માલિશ કરી મોઢું સાફ કરી પછી જ સૂવું.આ પ્રયોગ આજથી જ ચાલુ કરી દો.
નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો તેમની યોગ્ય સલાહ પછી જ આ ઉપાય કરવો.આ માહિતી અમે ઇન્ટરનેટના માધ્યમથી તમારી જોડે શેર કરી છે,આ અંગે અમે કોઈ પુષ્ટિ ધરાવતા નથી.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.