આ વ્યક્તિ જોડે એવું તો થયું, જે એક સમયે 3 અબજનો માલિક હતો, પરંતુ હવે તેના એકાઉન્ટમાં ફક્ત 10 હજાર રૂપિયા વધ્યા…
નમસ્કાર મિત્રો,57 વર્ષીય આ વ્યક્તિ જોડે એવું તો શું થયું, જે એક સમયે વેલ્સના સૌથી ધનિક માણસોમાં ગણાતા હતા પરંતુ તેઓ ગરીબીની આરે આવી ગયા.સમાચાર અનુસાર,આ વ્યક્તિનો વાર્ષિક પગાર જોઈએ તો 3 કરોડ 52 લાખ રૂપિયાથી પણ વધુ હતો,સાથે બેંકમાં કરોડો રૂપિયા જમા હતા.
તેમણે રેસિંગ યાર્ડ બનાવવા માટે 60 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો અને 20 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઘોડા ખરીદ્યા હતા.તેઓ 3 અબજ 73 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિના માલિક હતા અને તેમની પાસે ઈટોનફિલ્ડ ગ્રુપ નામની કંપની પણ હતી.તે વર્ષ 2009 માં ચેનલ 4 ના હિટ શો ધ સિક્રેટ મિલિયોનેરમાં જોવા મળ્યા હતા.
પરંતુ વર્ષ 2011 માં પ્રોપર્ટી માર્કેટમાં થયેલ નુકસાનને કારણે તેમના પર 2 અબજ 62 કરોડ રૂપિયાથી વધુનું દેવું થઈ ગયું હતું.આ સાથે તેઓ છેતરપિંડીનો શિકાર પણ બન્યા હતા.તે જ સમયે,અંગત જીવનમાં પણ વર્ષ 2017 માં તેમના પાર્ટનરે ખુલાસો કર્યો હતો કે તેણે રોબ સાથે રહેતી વખતે કરોડપતિ માણસ જોન ટેમ્પલ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.
તે જ સમયે વર્ષ 2020 માં તેઓને કેન્સર થયું હતું.આ પછી તો તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા.તેમણે બે લગ્ન કર્યા પરંતુ બંને નિષ્ફળ ગયા.તે જ સમયે તેમનું બેંક બેલેન્સ પણ ખાલી થઈ ગયું હતું.જ્યારે રોબને પ્રોપર્ટી માર્કેટમાં નુકસાન થયું,ત્યારે તેમણે તેમની કંપનીને ફરીથી ઊભી કરવા માટે તેમના રેસિંગ યાર્ડ,ઘોડા અને ખેતર બધું વેચી દીધું.
એક સમય હતો જ્યારે તેમના બેંક એકાઉન્ટમાં ફક્ત 10 હજાર રૂપિયા જ બચ્યા હતા.આ પછી તેમણે ત્રીજા લગ્ન કર્યા.તે સમયે તેઓ તેમની પ્રથમ પત્નીના ત્રણ બાળકોના પિતા પણ હતા.તેમણે કહ્યું,”મારિયા સાથે લગ્ન કર્યા પછી,હું ખૂબ ખુશ થયો.
તેઓ હવે ધીમે ધીમે તેમનું ભવિષ્ય બનાવવા માટે કામ કરી રહ્યા છે.આ સાથે તે કેન્સરની સારવાર પણ કરાવી રહ્યા છે.તેમણે કહ્યું,”મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને કેન્સર જેવી બીમારી થઈ શકે છે.તેમણે કહ્યું કે,જો આપણે ધંધાની વાત કરીએ તો ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે.મેં કંપની ફરી ઊભી કરી અને સફળ રહ્યો.પરંતુ અચાનક થયેલા નુકસાનથી મારું જીવન બદલાઈ ગયું.