‘ઠક્કર’ ખમણ હાઉસના નામે ધંધો કરતો પ્રતિષ્ઠિત પરિવાર બોરસદમાં રહે છે.અને આણંદમાં ખમણનો ધંધો કરે છે.બોરસદના પ્રતિષ્ઠિત પરિવારની પરિણીતાનુ મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.આ પરિણીત મહિલાનું નામ રોક્ષા છે,જેની ઉંમર આશરે 35 વર્ષ છે,તેમણે એક દીકરો અને એક દીકરી છે.
પરિણીતાનું મોત થયું છે એની જાણ સાસરિયાઓએ પિયરવાળાને કરી હતી.પરિણીતાનું મૃત્યુ શંકાસ્પદ રીતે થયું હોવાનું પ્રકાશમાં સામે આવ્યું છે.સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો, દરમિયાન ગળાના ભાગે નિશાન મળી આવ્યા છે.માટે આ મામલે વધુ કાર્યવાહી કરી પોલીસે તપાસ હાથ ધરી છે.
સમાચાર મુજબ મૃતક રોક્ષાના નાનાભાઈ ધવલભાઈએ જણાવ્યુ કે થોડા વર્ષો પહેલા જ્યારે મારા મોટા ભાઈ બહેનના ઘરે રહેવા ગયા હતા એ સમયે બાજુની રૂમમાંથી મારી બહેનને માર મારતા હોય અને બહેનને રડવાનો અવાજ આવતો હતો.એ સમયે પણ મારી બહેન બાળકોને લઈને પિયરે આવ્યા હતા.ત્યારબાદ સાસરીપક્ષના લોકો સમાધાન કરી બહેનને લઈ ગયા હતા.
પિયરવાળાએ જણાવ્યુ કે રોક્ષાનું ગળું દબાવીને હત્યા કરી હોવાની શંકા વ્યકત કરી છે.આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.