GujaratSaurashtra

ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજને લઈને ઉઠાવ્યો મોટો સવાલ

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં અલગ જ રાજનીતિ શરુ કરવામાં આવી છે. ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા નવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તેમના દ્વારા ગુજરાત રાજ્યથી અલગ ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી છે. આદિવાસી વિસ્તારને અલગ ભીલ પ્રદેશ જાહેર કરવાની માંગ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે, તેઓ આ બાબતમા ગુજરાત, રાજસ્થાનના આદિવાસી નેતા સાથે બેઠક પણ કરશે. આદિવાસીઓની સંસ્કૃતિ પર અતિક્રમણ કરાઈ રહ્યું છે. આગામી દિવસમાં ભીલીસ્તાન માટે મુહિમ ચલાવવામાં આવશે.

ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ અમારો આજનો મુદ્દો રહેલ નથી, આ માગ ચાર રાજ્યોમાંથી ઉઠાવવામાં આવી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસીઓ દ્વારા આ માંગ કરવામાં આવી છે. તમે ઈતિહાસ જોઈ લો જો. ગુજરાત બહારથી પણ આ માંગ ઉઠાવવામાં આવી છે. આ માંગ આમ આદમી પાર્ટીની નથી, પરંતુ સ્થાનિક લોકોની રહેલી છે. કેવડિયામાં તપાસ કરો તો કેવડિયામાં કેટલાય નેતાઓ દ્વારા જમીન પચાવી પાડવામાં આવી છે. અમારો ભીલપ્રદેશ હતો, તમે ઈતિહાસ જોઈ લો જો. 75 વર્ષના વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ અમારો વિકાસ થતો નથી.

તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આદિવાસી લોકોને અવાજ ઉઠાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આ ત્રણેય રાજ્યમાં વસતા આદિવાસીઓની સંસ્કૃતિ પર અતિક્રમણ થવાની વાત આગળ ધરી અલગ ભીલીસ્તાન રાજ્ય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે, શું આમ આદમી પાર્ટી આદિવાસીઓના નામે ભાગલા પાડવાની રાજનીતિ શરુ કરવામાં આવી છે.