health

આપણને મળી સૌથી મોટી સફળતા, હવે આપણે ઘરડા નહિ થઈએ ? જાણો શું છે પૂરા સમાચાર

નમસ્કાર દોસ્તો, ભારતની સૌથી મોટી સફળતા અને એ સફળતા એટ્લે ઘડપણને દૂર કરવાની દવા મળી ગઈ છે.આયુર્વેદમાં મોટામાં મોટું સંશોધન જે યુવાનીને લાંબા સમય સુધી ટકાવી રાખે છે.ઘડપણમાં પણ યુવાનીનો અહેસાસ કરાવે છે,એ માટેની દવા મળી ગઈ છે.હજારો વર્ષ પહેલા ઘણા એવા ઋષિમુનિઓ હતા જેમને ઘડપણમાં પણ પોતાની જવાની પાછી મેળવી હતી.

આ માટે એક દવા છે જેનું નામ રસાયણ ચૂર્ણ છે.આ રસાયણ ચૂર્ણમાં એટલી તાકાત છે,જે ઘડપણને પણ પાછું ધકેલી શકે છે.જો કોઈ વ્યક્તિ ૧૫-૨૦ વર્ષની ઉંમરે આ રસાયણ ચૂર્ણ નિયમિત લેવાનું ચાલુ રાખશે તો ૬૦-૭૦ વર્ષે પણ યુવાન જેવો જુસ્સો જોવા મળશે.શરીરમાં એક અલગ જ જુસ્સો જોવા મળે છે.

આયુર્વેદમાં સ્પષ્ટ લખેલું છે કે,જીવન પર્યંત આ રસાયણ ચૂર્ણ જેને બાળક, યુવાન,અને વૃદ્ધ દરેકે લેવું જોઈએ.આયુર્વેદનું મોટામાં મોટું સંશોધન છે.એનું કારણ શું છે ? રસાયણ ચૂર્ણમાં ત્રણ વસ્તુ આવે છે,જેમાં ગળો,ગોખરુ અને આમળા,બહુ જ ઓછા ઔષધો છે કે જે ત્રણેય દોષનું સમન કરે છે.આ ત્રણેય વસ્તુ વાત્ત,પિત્ત અને કફ એ ત્રણેયનું બેલેન્સ કરે છે.

આયુર્વેદ પણ એમ કહે છે કે વાત્ત,પિત્ત અને કફ એ ઇનબેલેન્સ થાય ત્યારે આપણે ઘણા રોગોના શિકાર બનીએ છીએ.આ રસાયણ ચૂર્ણ તમે ઘરે પણ બનાવી શકો છો.બજારમાં તૈયાર પણ મળી રહે છે.પણ ખાસ ધ્યાન એ રાખો કે,પેકિંગ થયાની તારીખ ૬ મહિનાની પહેલાની હોય તો આ ચૂર્ણ ન લેવું.કારણ કે ૬ મહિના પછી કોઈ પણ ચૂર્ણની ગુણવત્તા ઘટી શકે છે.

જો તમે ઘરે બનાવો તો ગળો,ગોખરુ અને આમળા આ ત્રણેયનો પાવડર બનાવો,આ પાવડરને સરખા પ્રમાણમાં લો.આ ચૂર્ણ નાના બાળકે અડધી-અડધી ચમચી સવાર-સાંજ લેવી, મોટા માણસે આ ચૂર્ણ એક-એક ચમચી સવાર-સાંજ ફાંકવું ત્યારબાદ પાણી પી લેવું.નોંધ : જો તમને કોઈ બીમારી હોય તો પહેલા ડોક્ટર કે વૈદની યોગ્ય સલાહ પછી જ આ ઉપાય અપનાવવો,અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.