India

ઇસ્લામ છોડીને આરીફ બન્યો હિન્દુ… જાણો શું હતું કારણ

છેલ્લા કેટલાક સમયથી દેશમાં ધર્મ પરિવર્તનની ઘટનાઓ અવારનવાર સામે આવી છે.. આપણા દેશમાં ધર્મ પરિવર્તન એક સામાન્ય વાત છે. આપણા દેશમાં કોઈપણ વ્યક્તિ હિન્દુ ધર્મ બદલીને મુસ્લિમ બની શકે છે અને મુસ્લિમ વ્યક્તિ ઈસ્લામ છોડીને હિન્દુ બનતા જોવા મળે છે. આવું જ એક ધર્મ પરિવર્તન મધ્યપ્રદેશના સાજા પુરમાં થયું છે.

સાજાપુરમાં એક મુસ્લિમ વ્યક્તિએ પોતાનો ઇસ્લામ ધર્મ છોડીને હિંદુ ધર્મ સ્વીકાર્યો છે. સોશિયલ મીડિયામાં આ વાતની જાણકારી સંસદીય બેઠકના સાંસદ મહેન્દ્રસિંહ સોલંકી આપી હતી. તેઓ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે અને તેમના ટ્વીટર અકાઉન્ટ પરથી આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી.

તમને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મુસ્લિમ વ્યક્તિનું સનાતન ધર્મમાં સ્વાગત છે. આ વ્યક્તિનું નામ આરીફ ખાન હતું અને હવે તે હિન્દુ બની ગયો છે. તેણે વિધ્યુત રીતે હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો છે અને હવે તેનું નામ આનંદ ત્યાગી બન્યું છે. સનાતન ધર્મ સ્વીકારવા માટે આરીફે મુંડન પણ કરાવ્યું અને ભગવાન વસ્ત્ર પહેરી માથા પર તિલક કરાવી પૂજાપાઠ કર્યા હતા.

ધર્મ બદલવાની વિધિમાં આરીફ ખાન સાથે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી..આરીફે મુંડન કરાવ્યું અને પછી રાજ રાજેશ્વરી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. હિન્દુ બનેલા આનંદ ત્યાગી એ ધર્મ પરિવર્તન કરવા માટે કોર્ટમાં અરજી પણ કરી હતી. તેણે જણાવ્યું હતું કે ઇસ્લામ તેણે મરજીથી છોડ્યો છે અને સનાતન ધર્મ પણ તેની મરજીથી જ સ્વીકાર્યો છે.