કહેવાય છે કે પિતા-પુત્રી વચ્ચે ઋણાનુબંધનો સંબંધ હોય છે.સમાજમાં પણ આપણે મોટાભાગે જોયું છે કે પિતા-પુત્રીનો સંબંધ વહાલથી ભરેલો હોય છે.એક પિતાને પુત્રી કેટલી વહાલી છે તેના પુરાવા આપવાની જરૂર નથી હોતી.પરંતુ તાજેતરમાં એક ગામમાંથી એવી ઘટના સામે આવી છે જેનાથી પિતા-પુત્રીના સંબંધો અને વ્હાલ પર સવાલ સર્જી દીધા છે.
આ ઘટનાથી વર્તમાન સમયમાં હેવાનિયતની પરાકાષ્ઠા સમાન છે.સમાચાર અનુસાર જણાવીએ તો પિતાએ પોતાની ચાર મહિનાની ફૂલ જેવી દીકરી પર અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ આ વાતની જાણ થતા જ ચાર મહિનાની દીકરીને ગામના એક બ્રિજ પાસેથી બચાવી લેવામાં આવી છે.
આરોપી પિતાનું નામ રાજકારણ છે,જેઓ સામાન ટ્રાન્સપોર્ટનું કામ કરે છે,રાજકારણ થોડા દિવસ પહેલા ઘરે પરત ફર્યા હતા તે દરમિયાન પત્નીને કહ્યું,ટ્રક ઘરથી થોડોક દૂર છે,અને થોડોક સામાન લાવવાનો છે એમ કરી પત્નીને મદદ માટે બોલાવી.અને પત્ની તો તેમની સાથે પહોંચી.
પત્નીના મનમાં એમ હતું કે કામ થોડુક જ છે એટ્લે જલ્દી ઘરે આવી જઈશ માટે ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો તે સમયે બે લોકો ઘરમાં ઘૂસી ગયા અને બાળકીને ઉઠાવી લઈ ગયા.રાજકરણે આ વાતનું નાટક કર્યું અને પત્નીને સાથે લઈને દીકરીને શોધવા નીકળી પડ્યો.આ કેસ અંગે પોલીસ કડક તપાસ હાથ ધરી રહી છે.
જાણવા મળ્યું છે કે ઉતરપ્રદેશના પ્રયાગરાજમાં રાજકરણનો અન્ય એક પરિવાર રહે છે.સમાચાર અનુસાર જાણવા મળ્યું છે કે તેને દીકરી જોઈતી નથી માટે તેને તેના બે મિત્રોની મદદ લઈ અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું હતું.