આવી રહ્યા છે મોટા સમાચાર, શું રશિયન સૈનિકો યુક્રેનની યુવતીઓને મળવા બોલાવે છે ? મળી રહ્યા છે આવા મેસેજ
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.દરમિયાન,યુક્રેનની એક યુવતીએ દાવો કર્યો હતો કે રશિયન સૈનિકો તેને ટિન્ડર એપ પર ફ્લર્ટી મેસેજ મોકલી રહ્યાં છે.વાસ્તવમાં,રશિયન સેના યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવથી માત્ર ૨૦ માઈલ દૂર છે.
દરમિયાન,યુક્રેનની એક યુવતીએ એક સ્ક્રીનશોટ શેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયન સૈનિકો તેને ફ્લર્ટ કરવાના હેતુથી સોશિયલ મીડિયા પર મેસેજ મોકલી રહ્યા છે.અહેવાલ મુજબ,આન્દ્રેઈ, એલેક્ઝાન્ડર, ગ્રેગરી અને માઈકલ સહિત ઘણા રશિયન સૈનિકોએ યુક્રેનિયન મહિલાઓને આકર્ષવા માટે ડેટિંગ એપ્લિકેશન પર તેમની પ્રોફાઇલ બનાવી છે.
એક યુવતીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી ઘણા રશિયન સૈનિક ટિન્ડર પર મેસેજ અને રિક્વેસ્ટ મોકલી રહ્યા છે.યુવતીના જણાવ્યા અનુસાર,યુવતીને મોકલવામાં આવેલ તસવીરમાં રશિયન સૈનિક કડક પટ્ટાવાળી વેસ્ટમાં જોવા મળ્યો હતો.અન્ય એક તસવીરમાં તે વ્યક્તિ બેડ પર પડેલી તેની પિસ્તોલ સાથે પોઝ આપી રહ્યો હતો.
યુવતીએ જણાવ્યુ કે,મને તેમાંથી કોઈ આકર્ષક લાગ્યું નથી.હું ક્યારેય દુશ્મન સાથે વાત કરવાનું વિચારીશ નહીં.મેં ટિન્ડર પર તેની રિકવેસ્ટને નકારી કાઢી છે.મહિલાએ તેમના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.