India

ઓડિશામાં અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 288 થયો, રેલવે મંત્રીએ કહ્યું- ઉચ્ચ સ્તરીય તપાસ થશે

ઓડિશા: બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલગાડી પાટા પરથી ઉતરી જતાં દુ:ખદ ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 288 પર પહોંચી ગયો છે. મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. આ અકસ્માતમાં 1000થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ બચાવકર્મીઓ ફસાયેલા લોકોને બચાવવામાં લાગેલા છે. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે 2 જૂન 2023 ના રોજ બાલાસોર જિલ્લાના બહનાગા ખાતે ટ્રેન દુર્ઘટનાના પગલે એક દિવસના રાજ્ય શોકનો આદેશ આપ્યો છે.

બાલાસોરમાં ઘટનાસ્થળની સમીક્ષા કર્યા પછી, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ઓડિશા અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે. આ એક મોટો અકસ્માત છે. અમે તમામ દિવંગત આત્માઓ માટે પ્રાર્થના કરીએ છીએ. રેલવેની ટીમ, NDRF, SDRF ગઈ રાતથી બચાવ કાર્યમાં લાગેલી છે. આ અકસ્માતમાં જેમના પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. સરકાર તેમને શક્ય તમામ મદદ કરશે.

આ પણ વાંચો: ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ લોકોએ દેખાડી માનવતા, રક્તદાન કરવા ઉમટી પડી ભીડ

આ પણ વાંચો: જૂની અદાવતમાં 17 વર્ષીય કિશોરની કરી નાખી હત્યા, જાણો શુ છે સમગ્ર ઘટના

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ઓડિશા-બાલાસોર ટ્રેન દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.નડ્ડાએ કહ્યું છે કે તેઓ ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છે. ભયાનક ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ આજે ​​દેશભરમાં તેના તમામ કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે.