અકસ્માત : ધોરાજી પાસે કાર રેલિંગ તોડી નદીમાં પડતાં ચાર લોકોના કરૂણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આરોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત ધોરાજીથી સામે આવ્યો છે.
ધોરાજી પાસે કાર નો ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, ધોરાજી ના ભાદર-2 પર બનાવેલા પુલની રેલિંગ તોડીને બેકાબૂ કાર નદીમાં ખાબકતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. તેના લીધે કારમાં કારમાં સવાર એક પુરુષ અને ત્રણ મહિલા ના ઘટનાસ્થળ પર કરૂણ મૃત્યુ નીપજ્યા છે. અકસ્માતમાં જે ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે, તે તમામ ધોરાજી ના જેતપુર રોડ પરના રહેવાસી હોવાની જાણકારી સામે આવી છે.
તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં સંગીતાબેન કોયાણી (55 વર્ષ), લીલાવંતી બેન ઠુંમ્મર (52 વર્ષ), દિનેશભાઈ ઠુંમ્મર (55 વર્ષ) અને હાર્દિકા બેન ઠુંમ્મર (22 વર્ષ) નું મૃત્યુ નીપજ્યું હતું. તેમ છતાં સ્થાનિક તરવૈયાઓની મદદથી તમામના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં મૃતદેહોને પીએમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં મોકલી દેવાયા છે.
તેની સાથે આ ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણકારી સામે આવી છે કે, કાર ચાલક દ્વારા સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા કાર ડીવાઈડર તોડી પુલ નીચે ખાબકી ગઇ હતી. પોલીસ દ્વારા અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.