તમને બધાને ફિલ્મ ‘નદિયા કે પાર’ તો યાદ જ હશે. વર્ષ 1982માં આવેલ આ ફિલ્મ ભલે ખૂબ જૂની થઈ ગઈ હોય પણ આ ફિલ્મના કલાકારોની છાપ હજી પણ લોકોના દિલમાં વસેલી છે. આ ફિલ્મના કલાકારોએ પોતાના અભિનય દ્વારા લોકોનું દિલ જીતી લીધું હતું. તેના લીધે જ આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.
આજે પણ લોકો આ ફિલ્મને ભૂલી શક્યા નથી. આજે પણ જો આ ફિલ્મ ટીવી પર આવે છે તો લોકો તેને જોવાનું ખૂબ પસંદ કરે છે. તેની સ્ટોરી એવી છે કે લોકો ઈમોશનલ થઈ જાય છે. અભિનેત્રી સાધના સિંહ અને અભિનેતા સચિન પિલગાંવકરે ફિલ્મ “નદિયા કે પાર” માં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી અને બંને ખૂબ પ્રખ્યાત થયા હતા.
સચિન પિલગાંવકર અને સાધના સિંહે આ ફિલ્મમાં ચંદન અને ગુંજાના યાદગાર પાત્રો ભજવ્યા હતા. ગુંજાનું પાત્ર ભજવનાર અભિનેત્રી સાધના સિંહે આ ફિલ્મથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ પછી સાધના સિંહ ઘણી ફિલ્મોમાં જોવા ન મળી અને તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ.
તમને જણાવી દઈએ કે સાધના સિંહ ઉત્તર પ્રદેશમાં કાનપુરની રહેવાસી છે. ફિલ્મની શૂટિંગ ઉત્તર પ્રદેશના જોનપુરના એક નાનકડા ગામમાં થઈ હતી. સાધના સિંહ યુપીની રહેવાસી હતી એટલે આ કારણે અહિયાંના લોકોને તેમના પ્રતિ ઘણો સ્નેહ હતો. જ્યારે ફિલ્મની શૂટિંગ પૂરી થઈ તો સાધના સિંહ તેમના ગામથી જઈ રહી હતી પણ ગામના લોકો નહોતા ઇચ્છતા કે તે પરત જાય.
‘નદિયા કે પાર’ ફિલ્મમાં ગુંજાનું પાત્ર એવું છે જેને લોકો આજે પણ ભૂલી શક્યા નથી. સાધના સિંહે આ પાત્ર ભજવીને લોકોનું દિલ જીતી લીધું હતું અને લોકો ગુંજાને ખૂબ પસંદ કરવા લાગ્યા હતા. દર્શકોને ગુંજાનું પાત્ર એટલું પસંદ આવવા લાગ્યું કે તમે અનુમાન લગાવી શકો છો કે લોકો તેમની દીકરીનું નામ પણ ગુંજા રાખવા લાગ્યા. એવું કહેવાય છે કે વર્ષ 1982માં જન્મેલી મોટાભાગની છોકરીઓનું નામ ગુંજા હતું.
સાધના સિંહે પોતાની માસૂમિયતથી લોકોને દિવાના બનાવી દીધા હતા, પરંતુ હવે સાધના સિંહ લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. સાધના સિંહે ફિલ્મ “નદિયા કે પાર” સિવાય “સસુરાલ (1994), “પિયા મિલન (1985)”, “પાપી સંસાર (1985)” અને “ફલક (1988)” જેવી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે. પરંતુ સૌથી વધુ તેને લોકપ્રિયતા ફિલ્મ નદી કે પારથી મળી હતી.હવે તેણે સાધના સાથે ફિલ્મોથી અંતર બનાવી લીધું છે. જ્યારે તેને સવાલ પૂછવામાં આવ્યો કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કેમ દૂર રહી? જેથી તેણે કહ્યું હતું કે તેને જોઈતું કામ મળતું નથી. તેથી જ તેણે ફિલ્મોથી અંતર રાખીને પોતાના પરિવારનું ધ્યાન રાખવાનું નક્કી કર્યું.