India

‘બંટી તેરા સાબુન સ્લો હૈ ક્યાં’ આ બોલવાવાળી અભિનેત્રી આજે દેખાય છે આવી

એવી ઘણી અભિનેત્રીઓ છે જે નાની ઉંમરમાં ઘણી સફળતા મેળવી લીધી છે. તમને પેલી લાઇફબોય સાબુની જાહેરાત જોઈ હશે જેમાં એક બાળકી ‘બંટી તેરા સાબુન સ્લો હૈ ક્યાં?’ બોલતી હોય છે. આ જાહેરાત ખુબ ફેમસ થઇ હતી અને તેનાથી આ બાળકી પણ ખુબ ફેમસ થઇ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે જાહેરાતમાં દેખાતી છોકરી હવે મોટી થઈ ગઈ છે અને આજે તે ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. તમારામાંથી ઘણા એવા હશે જેઓ આ છોકરીને તેના નામથી નહિ ઓળખતા હોય, પરંતુ જો તમે તસવીર જોશો તો ચોક્કસથી તમારી જાતને પ્રશ્ન થશે કે “અરે આ માસૂમ છોકરી છે?” લાઈફબૉયની જાહેરાતમાં જોવા મળેલી આ છોકરી બીજું કોઈ નહીં પણ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અવનીત કૌર છે.

તમને જણાવી દઈએ કે અવનીત કોર હમણાં ટીવી જગતની ખુબ જ ફેમસ અભિનેત્રી બની ગઈ છે. તેણે ફક્ત લાઇફબોયની જાહેરાતમાં જ કામ કર્યું છે એવું નથી તેણે હીરો હોન્ડા, ક્લિનિક પલ્સ અને કોક કોલામાં પણ કામ કર્યું છે. તેણે જાહેરાત સાથે સાથે ટીવીની ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણું કામ કર્યું છે.

અવનીત કૌરે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ટેલિવિઝન સિરિયલ “મેરી મા” થી કરી હતી. આ પછી તે “તેડે હૈ પર તેરે મેરે હૈં” અને “ઝલક દિખલા જા 5” માં પણ જોવા મળ્યો છે. પરંતુ તેણે “અલાદ્દીન – નામ તો સુના હોગા” શોમાં જાસ્મિનની ભૂમિકા ભજવીને ખરી લોકપ્રિયતા મેળવી છે. આમાં તે સિદ્ધાર્થ નિગમ સાથે જોવા મળી હતી.

અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. 20 વર્ષની અવનીત કૌર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે, જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરે છે. આટલી નાની ઉંમરમાં તેની ફેન ફોલોઈંગ કરોડોમાં છે. જ્યારે પણ અવનીત કૌર તેની ગ્લેમરસ તસવીરો શેર કરે છે, ત્યારે તે જોતા જ વાયરલ થઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે અવનીત કૌરને ઈન્સ્ટાગ્રામ પર 27.8 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે, એટલે કે તેની સોશિયલ મીડિયા ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે.

તમને જણાવી દઈએ કે અવનીત કૌર ખૂબ જ ફેમસ યુટ્યુબર પણ છે અને મોટાભાગે પોતાના ફેન્સ સાથે તેના વીડિયો શેર કરતી રહે છે. ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા ઉપરાંત, અવનીત કૌર રાની મુખર્જીની ફિલ્મ મર્દાની 2 માં પણ જોવા મળી છે. મર્દાની 2 માં, અવનીત કૌરે રાની મુખર્જીની ભત્રીજી મીરાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અવનીત કૌરના અભિનયને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો.