અડદની દાળ સાથે અને દૂધ સાથે ક્યારેય ન ખાઓ આ વસ્તુઓ, નહીં તો શરીરમાં એક પછી એક બીમારી આવતી રહેશે,
નમસ્કાર મિત્રો,આજે આપણે ખૂબ જ મહત્વની માહિતી શેર કરીશું,જે ખૂબ જ ઉપયોગી છે,આયુર્વેદમાં વાગ્ભટ્ટજી મુનિ, જે આયુર્વેદના તજજ્ઞ ઋષિ હતા,તેમના કહેવા મુજબ ટોટલ ૧૦૩ એવા વિરુદ્ધ આહાર છે, કે જેમનું ક્યારેય આપણે એકસાથે સેવન ન કરવું જોઈએ.
જેમાં પહેલો વિરુદ્ધ આહાર કે જેના વિશે તમે બધા જાણતા હશો,જે ડુંગળી અને દૂધ છે.આ બે વસ્તુને એક સાથે ખાવાથી આપણને શરીરમાં ત્વચાને લગતી બીમારી થાય છે.આ ઉપરાંત મધ અને ઘી ક્યારેય એક સાથે ન ખાવા જોઈએ.આ બંનેને એકસાથે ખાવાથી આપણા શરીરમાં ગેસ,કબજિયાત,એસિડિટી,આવી ઘણી બીમારીનું કારણ પણ બની શકે છે.
આ ફળો દૂધ સાથે ન ખાઓ : બીજું કે દૂધ સાથે ખાટા ફળો ક્યારેય ન ખાઓ,ખાટા ફળોની અંદર સાઈટ્રિક એસિડનું પ્રમાણ વધુ હોય છે.જેવા કે મોસંબી,લીંબુ,ખાટી કેરી ટૂંકમાં ખાટા ફળો ન ખાવા જોઈએ.આમળા સિવાય તમામ ખાટા ફળો દૂધ સાથે ક્યારેય ન ખાવા જોઈએ.દૂધ સાથે ખાટા ફળો ખાવાથી આપણું પેટ બગડે છે.
અડદની દાળ સાથે શું ન ખાવું ?અડદની દાળ સાથે દૂધ,દહી,છાશ ક્યારેય ન ખાવા જોઈએ, કારણ કે આપણું બીપી ૨૦-૨૫ % વધી જાય છે અને જો તમે સતત અડદની દાળ સાથે દહી ખાતા હોય તો તમારું હાર્ટ બગડે છે.
નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો તેમની સલાહ જરૂર લો,અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને જરૂર શેર કરો.