GujaratSouth GujaratSurat

પ્રેમિકાને ભગાડીને યુવકે કર્યું એવુ કૃત્ય કે…

સુરતથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશનો યુવક પાડોશમાં રહેનાર તરુણીને ભગાડીને સુરતના કીમ ખાતે લઈને આવી ગયો હતો. તે બંને સાથે પણ રહેવા લાગ્યા હતા. પરંતુ થોડા દિવસ બાદ તરુણીએ પોતાના વતન જવાની જીદ પકડી તો તેને જીવતી સળગાવી નાખવાનો પ્રયાસ પ્રેમી દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

તેમ છતાં તરુણીનો બચાવ થઈ ગયો હતો. આ મામલામાં પ્રેમી વિરુદ્ધ તરૂણી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપી પ્રેમીને ઝડપી ઉત્તરપ્રદેશ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના સુલતાનપુરના બહરી ગામનો રહેવાસી મહાવીર ઉર્ફે વીરે છેદી લાલ નિષાદ તેના વતનમાં પાડોસમાં રહેનાર તરૂણીને ગત 17 જાન્યુઆરીના રોજ લગ્નની લાલચ આપી ભગાડીને સુરતના નરોલી ગામમાં લઇને આવ્યો હતો.

આ ગામમાં મકાન રાખીને બંને રહેવા લાગ્યા હતા. તેમ છતાં થોડા દિવસ બાદ તરૂણીએ વતન પરત જવાની વાત કરી હતી. તેમ છતાં મહાવીર તેને મોકલવા ઈચ્છતો નહોતો. તે કારણોસર તેણે તરૂણી સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. 10 દિવસ અગાઉ તરૂણી દ્વારા વતન જવાની જીદ ફરી પકડી તો મહાવીરે તેના પર ડીઝલ છાંટીને જીવતી સળગાવી દીધી હતી. તેમ છતાં તરૂણીનો આ દરમિયાન જીવ બચી ગયો હતો. તમને જણાવી દઈએ કે, મહાવીર તરૂણીને બેભાન હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો. તેને જણાવ્યું હતું કે, રસોઈ બનાવતા દાઝી ગઈ છે તેમ કહી તેને દાખલ કરી ત્યાંથી તે નાસી ગયો હતો. તરૂણી ભાનમાં આવતા તેના માતા-પિતાને આ બાબતને લઈને જાણ કરવામાં આવી હતી.

ત્યાર બાદ તરૂણી દ્વારા સંપૂર્ણ હકિકત તેના માતા-પિતાને જણાવતા તરૂણી દ્વારા ઉત્તરપ્રદેશમાં મહાવીર ઉર્ફે વીરે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ દાખલ કરવામાં આવતા ભાગી છૂટેલા મહાવીર ઉર્ફે વીરેને શોધવા ઉત્તર પ્રદેશ પોલીસ સુરત આવી હતી. ત્યાર બાદ સુરત શહેર એસઓજી ટીમને મળેલી જાણકારીના આધારે મહાવીર ઉર્ફે વીરેને સગરામપુરા તલાવડી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો અને તેને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.