ખેડા જિલ્લામાં કેનાલમાં પહેલા બે બાળકો પછી એક મહિલાની લાશ તણાઈ આવતા મચી ગયો ચકચાર, પોલીસનો ધમધમાટ શરૂ
ખેડા જિલ્લા થી ચકચાર મચાવનાર ઘટના સામે આવી છે. ગળતેશ્વર પાસે વનોડ ગામની સીમ પાસે આવેલી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહો પાણીમાં મળી આવ્યા હતા. તેમ છતાં થોડા સમય બાદ આ જ કેનાલમાંથી એક મહિલાની પણ લાશ મળી આવતા દરેક લોકો ચકિત થઈ ગયા હતા. ત્યાર બાદ પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓ મારફતે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ મૂર્તદેહ ની ઓળખ કરી લેવામાં આવી છે.
વનોડ ગામની સીમ પાસેથી મહિ સિંચાઇની મુખ્ય કેનાલ નિકળે છે. આ કેનાલના પાણીમાંથી પહેલા બે બાળકોના મૃતદેહો તણાઈને આવી ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા બંને બાળકોના મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સમગ્ર બાબતમાં સેવાલીયા પોલીસને જાણ કરવામાં આવી હતી.
સેવાલિયા પોલીસ દ્વારા ઘટનાનસ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી કરી હતી. જ્યારે બીજી તરફ પોલીસ દ્વારા આ બાળકોની ઓળખ માટે તપાસ કરવામાં આવી રહી હતી. એવા માં પોલીસને જાણકારી મળી કે આ કેનાલમાં એક મહિલાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ કેનાલમાંથી મહિલાની લાશ કાઢવામાં આવી હતી
આ મામલામાં તપાસ કરતા જાણકારી સામે આવ્યું કે, આ ત્રણેય ઠાસરા તાલુકાના ઉનાળિયાના હોવાનું સામે આવ્યું છે. જેમાં હીનાબેન વિજયભાઈ રાઠોડ, રિયાબેન વિજયભાઈ રાઠોડ, જયરાજ રાઠોડ હોવાનું સામે આવ્યું છે. એવામાં હવે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.