નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.
આજે આપણે ભુજ શહેરની વાત કરીશું,જ્યાં તમે ભુજમાં જઇ કોઇને પણ પૂછશો કે રાજુભાઇ પુરીશાક ક્યાં છે,દરેક લોકો તમને સરનામું બતાવશે,રાજુભાઇ પુરીશાક વાળા ખૂબ જ ફેમસ છે.તેઓ છેલ્લા ૨૫ વર્ષથી આ ધંધો સંભાળી રહ્યા છે.તેમને ત્યાં ૨-૩ જાતના શાક, પુરી, દાળ-ભાત, ખારી પાક, શ્રીખંડ, પાપડ, છાશ મળે છે.
જો ભાવની વાત કરીએ તો ૧૫ રૂપિયામાં શાક, શ્રીખંડના ૨૦ રૂપિયા,સાદી છાશના ૧૦ રૂપિયા,દાળ-ભાતના ૨૫ રૂપિયા એમ અલગ અલગ ભાવમાં જમવાનું મળે છે.લગભગ ૫૦ થી ૬૦ રૂપિયામાં તમે ભરપેટ જમી શકો છો.જો આપણે સમયની વાત કરીએ તો સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી જમવાનું મળે છે.
જો આપણે તેમની દુકાનના એડ્રેસની વાત કરીએ તો ભુજ શહેરમાં ભાનુશાલી નગર,મુંદ્રા રોડ પર,રિલાયન્સ મોલની બાજુમાં આવેલી છે,જેનું નામ રાજુભાઇ પુરીશાક છે.અને છતાં પણ જો સરનામું ન મળે તો ૯૯૭૯૭ ૭૪૪૨૦ આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો.
જો તમે ભુજમાં રહેતા હોવ અથવા ભુજ બાજુ જાઓ તો રાજુભાઇ પુરીશાકવાળાને ત્યાં જમવા માટે ચોક્કસ ખાઓ,ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું મળે છે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો