AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદમાં આજે 4 મે ના રોજ નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓના સરનામાં, ઉંમર સહિતની વિગતો જાણો

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ના જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 376 કેસ નોંધાયા છે અને 29 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 5804 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 319એ પહોંચ્યો છે.આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની વિગતો મુજબ અમદાવાદમાં સૌથી વધુ 259 કેસ નોંધાયા છે. જાણો અમદાવાદમાં નોંધાયેલા તમામ કેસની વિગતો,

આજ રોજ નોંધાયેલ કેસની વિગતો, આજના અમદાવાદમાં કુલ 256 કેસ

અમદાવાદમાં 259 નવા કેસ નોંધાયા છે.શહેરમાં કુલ કેસની સંખ્યા 4,076 પર પહોંચી ગઈ છે. 26 મોત સાથે કુલ મૃત્યુઆંક 234 થઈ ગયો છે.

અમદાવાદમાં 87 લોકો ડિસ્ચાર્જ થયા છે.

અમદાવાદમાં કોરોનાના કારણે સ્થિતિ બગડી રહી છે. અમદાવાદને અડીને આવેલા બોપલ વિસ્તારમાં પણ દરરોજ પોઝિટિવ કેસો વધી રહ્યા છે.