અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો ટ્રીપલ અકસ્માત, ડ્રાઈવર જીવતો સળગ્યો
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવ પર ભયંકર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ટ્રીપલ અકસ્માત સર્જાયો છે. જેમાં એક ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઈજાગ્રસ્તને સારવાર માટે નડીયાદની હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ છે. જ્યારે આ ઘટના રાત્રીના બની હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાત્રીના સમયે નડિયાદથી અમદાવાદ તરફ આવી રહેલ ટ્રેલર રોડની સાઇડમાં ઉભા રહેલા આઇસરની અથડાઈ ગયો હતો. અકસ્માતના કારણે ટ્રેલરની કેબિનમાં રહેલ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેના આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધો હતો. જેમાં ટ્રેલરમાં રહેલ ડ્રાઇવર જીવતો સળગી ગયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાછળ આવી રહેલા ટ્રક ડ્રાઈવરનું બેલેન્સ બગળતા ટ્રકની બીજી તરફ ઉલટી પડી ગઈ હતી જેના લીધે રસ્તા પર જ ઓઈલ ઢોળાઈ ગયું હતું.
જેના લીધે ભારે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો.
તેની સાથે આ ઘટના બનતા અમદાવાદની ફાયરબ્રિગેડ ટીમ દોડી આવી હતી. ત્યાર બાદ ફાયરબ્રિગેડની ટીમના સભ્યો દ્વારા આગ પર કાબુ મેળવી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરનો ટ્રાફિક જામ ઓછો કર્યો હતો. તેની આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેનું તમે અનુમાન લગાવી શકો છો ટેલર અથડાતા જ ટ્રક જ ઉલટી થઈ ગઈ હતી.