
બિપોરજોય વાવાઝોડાનો સંકટ ગુજરાત પર ઘેરાયેલો છે અને તેના લીધે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે સમાચાર મુજબ અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી માહોલ બન્યો છે. જ્યારે અમદાવાદવાસીઓ ગરમીથી રાહત મળી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં એસ.જી.હાઈવે, બોડકદેવ, ગોતા, ચાંદલોડિયા માં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જ્યારે વરસાદી માહોલ બનતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેના લીધે અમદાવાદવાસીઓને ગરમીથી રાહત મળી છે. તેની સાથે વરસાદી માહોલ બનતા અમદાવાદના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે.
તેની સાથે તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, વાવાઝોડું 8 કિમીની ઝડપે સતત આગળ વધી રહ્યું છે. 15 જૂન સાંજ સુધીમાં વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે ટકરાવવાની શક્યતા રહેલી છે. તેની સાથે 130 થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તેને લઈને રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેની સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન મુજબ, પોરબંદર અને દ્વારકામાં સૌથી વધુ વરસાદ વરસી શકે છે. આ સાથે 16 જૂન સુધી માછીમારોને દરિયામાં ન જવા સૂચના અપાઈ છે. જ્યારે આ વાવાઝોડું રાજસ્થાન તરફ જવાની પણ શક્યતા છે.