GujaratAhmedabad

અમદાવાદ દુર્ઘટના : કાંકરિયા પિકનિક હાઉસના ભાજપ મહિલા સંમેલનમાં દીવાલ ધરાશાયી થતા સાતથી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત

લોકસભાની ચૂંટણીને લઈ લોકસભા ના ઉમેદવારો દ્વારા સતત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં આજે પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા ના સમર્થનમાં કાંકરિયા પિકનિક હાઉસ ખાતે ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક ચાલી રહી હતી તે સમયે કોર્પોરેશનનું ન્યુસન્સ ટેન્કર બહાર નીકળી જઈ રહ્યું હતું. આ ટેન્કર પિકનિક હાઉસ ની દિવાલ ને અથડાતા દિવાલ ધડાકા સાથે મહિલાઓ પર પડી ગઈ હતી. દિવાલ ધરાશાયી થતા 7 થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત તમામ મહિલાઓને સારવાર માટે એલ જી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ ઘટનાને લઈને ભાજપ મહામંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લોકસભાની ચૂંટણીને લઈ પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણા ના સમર્થનમાં ભાજપની મહિલા કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન કરાયું હતું. એવામાં આ સંમેલનના પૂર્ણ થયા બાદ મહિલાઓ દ્વારા ફૂટપાથ પર બસની રાહ જોવામાં દેખવામાં રહી હતી. તે સમયે કાંકરિયા પિકનિક હાઉસ ની બાજુમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ન્યુસન્સ ટેન્કરનું વાહન ત્યાંથી પસાર થયું હતું. એવામાં ટેન્કર અચાનક દીવાલ સાથે અથડાયું ગયું હતું. તેના લીધે દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી.

જ્યારે દિવાલ ધરાશાયી થતા ફૂટપાથ પર ઉભેલી મહિલા કાર્યકર્તાઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટના સર્જાતા જ શહેર ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ઓ તાત્કાલીક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યાર બાદ ઈજાગ્રસ્ત મહિલાઓને 108 મારફતે એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.