જો તમને કોઈ એમ કહે છે દંપતીએ લગ્ન કરીને ફક્ત ૧૨ દિવસમાં જ છૂટાછેડા લીધા તો શું તમે આ વાત પર વિશ્વાસ કરશો ? હા ઘણીવાર છૂટાછેડાના બનાવ સામે આવતા રહે છે,પણ લગ્નના ફક્ત ૧૨ દિવસ પછી અલગ થઈ જાય એવો આ પહેલો કિસ્સો હોય શકે છે,વધુ વિગતે જાણો.વધુમાં જણાવી તો આ દંપતીએ ૮ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ લગ્ન કર્યા હતા.
લગ્નના ૧૨ દિવસ પછી એટ્લે કે ૨૦ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા.આ સિવાય,દંપતીએ એક બીજા વિરુદ્ધ ઘણા આરોપો પણ મૂક્યા હતા.અંતે દંપતીએ ૧૮ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ એકબીજાની સંમતિથી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું અને તમામ આરોપો રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
ગુજરાત હાઈકોર્ટે દંપતીના છૂટાછેડાના કેસમાં ફેમિલી કોર્ટના ચુકાદામાં દખલગીરી કરવાનો ઈનકાર કર્યો છે અને છૂટાછેડા માટે ૬ મહિનાનો સમયગાળો જાળવી રાખવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો છે.તમને એમ હશે કે કોર્ટે આ ૬ મહિનાનો સમયગાળો કેમ આપ્યો ? જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન જો કદાચ પતિ-પત્ની એક થઈ જાય તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખી આ ૬ મહિનાનો સમય આપવામાં આવે છે.
માહિતી માટે જણાવી તો ૪ જાન્યુઆરીના રોજ ફેમિલી કોર્ટે અરજીને ફગાવી હતી.આ દંપતી છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટ પાસે જઇ છૂટાછેડાની માંગણી કરી રહ્યું હતું,દંપતીએ કહ્યું છૂટાછેડા માટે ૬ મહિનાનો સમય હોય છે તેને રદ્દ કરવામાં આવે અને તાત્કાલિક છૂટાછેડા માટે લખાણ આપો.
ગુજરાત હાઈકોર્ટે દંપતીના છૂટાછેડાના કેસમાં ફેમિલી કોર્ટના ચુકાદામાં ૬ મહિનાનો સમયગાળો આપી કોર્ટે કૂલિંગ ઓફ ટાઈમ રદ્દ કરવાની અરજી ફગાવી.ફેમિલી કોર્ટના આ નિર્ણયથી સંતોષ ન થતા દંપતી હાઇકોર્ટમાં પહોંચ્યુ,પરંતુ આ ચુકાદા અંગે હાઇકોર્ટના જસ્ટિસે કેસની સુનાવણી હાથ ધરી અને નીચલી અદાલતના ચુકાદાને ધ્યાનમાં રાખી ૬ મહિનાનો સમયગાળો જાળવી રાખવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો છે.