India

વધુ એક એરફોર્સનું પ્લેન કર્ણાટકમાં ક્રેશ, બે પાઈલોટ સવાર હતા

ભારતીય વાયુસેનાનું એક વિમાન તાલીમ દરમિયાન ક્રેશ થયું હતું. ગુરુવારે કર્ણાટકના મકાલી ગામમાં સૂર્યકિરણ પ્રશિક્ષણ વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં બંને મહિલા પાયલોટ સુરક્ષિત છે. વાયુસેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર અકસ્માતનું કારણ જાણવા માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે આ તાલીમી વિમાન ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું.

આ પ્લેનમાં બે પાયલોટ હતા જેમણે અકસ્માત પહેલા જ પ્લેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.અહેવાલો અનુસાર, વિમાને બેંગલુરુમાં એરફોર્સ બેઝ પરથી ઉડાન ભરી હતી અને વહેલી સવારે ક્રેશ થયું હતું. જિલ્લા અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાઈલટ તેજપાલ અને ભૂમિકાને સામાન્ય ઈજા થઈ છે. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ સંદર્ભે ટ્વીટ કરીને વાયુસેનાએ જણાવ્યું હતું કે પાઇલોટ નિયમિત કસરત પર હતા ત્યારે વાયુસેનાનું વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં બંને પાયલોટ સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ અને એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને રાજસ્થાનના હનુમાનગઢીમાં ભારતીય વાયુસેનાનું એક મિગ 21 વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે ફાઈટર પ્લેન ક્રેશ થયું ત્યારે તે હજુ ટ્રેનિંગ પર હતો.આ દુર્ઘટના બાદ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તેમજ તપાસનો રિપોર્ટ આવે ત્યાં સુધી વાયુસેનાના મિગ 21ને ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મિગ 21 અત્યાર સુધીમાં 400 થી વધુ વખત ક્રેશ થઈ ચૂક્યું છે. ભારતે આ વિમાન સોવિયત સંઘ પાસેથી ખરીદ્યું હતું.