Corona VirusIndia

કોરોના સામે જંગ: ઐશ્વર્યા રાયે દીવો પ્રગટાવ્યો, તો અમિતાભે કર્યું આવું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા દેશને સંબોધન કરતા લોકોને વિનંતી કરી હતી કે તેઓ 5 એપ્રિલ 2020 ને રવિવારે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે તેમના ઘરની લાઇટ બંધ કરે અને એકતાનો સંદેશ આપે. દેશવાસીઓએ વડા પ્રધાનની અપીલ ને સ્વીકારી અને લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ એમાં પાછળ રહ્યા નહીં.

બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને તેના પરિવાર સાથે મીણબત્તી પ્રગટાવી હતી. તસ્વીરમાં તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. તેની સાથે અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા પણ જોવા મળે છે.

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ ટોર્ચ વડે આકાશ તરફ એક વીજળીનો પ્રકાશ બતાવ્યો અને વિશ્વને એકતાનો સંદેશ આપ્યો.

બોલીવુડ સિંગર લતા મંગેશકરે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને દીવો પ્રગટાવતા લખ્યું – હેલો. માનનીય વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના આહ્વાન પર આવો અને બધાએ મળીને દીપ પ્રગટાવ્યો.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, જે હંમેશાં સરકારનું સમર્થન કરે છે, તે ખાસ પ્રસંગે તેમના ઘરની બાલ્કનીમાં મીણબત્તી પ્રગટાવી રહ્યા હોય તેવું જોવા મળે છે.