BollywoodIndia

એશ્વર્યાંની ભાભી આ બાબતમાં છે એશ્વર્યા કરતા પણ આગળ, લાખો લોકો છે તેમના ચાહકો

બોલીવુડની ખુબ સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનના આજે પણ લાખો અને કરોડો ચાહકો છે. એશ્વર્યા રાયને એક નજર જોવા માટે લોકો ખુબ ઉત્સુક રહે છે. એશ્વર્યાએ પોતાની સુંદરતા સાથે સાથે પોતાના અભિનયને કારણે પણ બૉલીવુડમાં ખુબ ફેમસ છે. લગ્ન પછી પણ તે બોલીવુડમાં સક્રિય હતી પણ જયારે દીકરીનો જન્મ થયો તો તેમણે કામમાંથી બ્રેક લઈ લીધો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે એશ્વર્યાના એક ભાભી શ્રીમા રોય એ ખુબ જ ફેમસ મોડેલ છે. તેઓ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. આજે અમે તમને જણાવશું એશ્વર્યાના ભાભી વિશેની કેટલીક ક્યારેય ના જાણીએ એવી વાતો.

ઐશ્વર્યા રાય બચ્ચનના મોટા ભાઈ આદિત્ય રોયની પત્ની શ્રીમા રોય અવારનવાર પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જો કે શ્રીમા રોય બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી દૂર છે, પરંતુ તે પોતાની ફિટનેસ અને સુંદરતા પર ખૂબ ધ્યાન આપે છે. તમને જણાવી દઈએ કે, શ્રીમા રોય ફેશન બ્લોગરન છે અને સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. લાખો લોકો તેને ફોલો કરે છે.

શ્રીમા રોય અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે જેમાં તેમની સુંદરતા જોવા જેવી હોય છે. જો તમે શ્રીમા રોયના ઇન્સ્ટાગ્રામ પર નજર કરશો તો તમને તે તેની નણંદ એશ્વર્યાને પણ ટક્કર આપતી દેખાશે. તમને જણાવી દઈએ કે શ્રીમા એ અનેક ફેમસ બ્રાન્ડ માટે મોડેલિંગ કરી ચુકી છે અને વર્ષ 2009માં તે Mrs India Globeનો ખિતાબ પણ જીતેલી હાટી.

જો અહેવાલોનું માનીએ તો શ્રીમા રોય ફિલાડેલ્ફિયામાં ઉછરી હતી પરંતુ ઐશ્વર્યાના ભાઈ સાથે લગ્ન કર્યા બાદ તે બાંદ્રા, મુંબઈમાં શિફ્ટ થઈ ગઈ હતી. તેમને બે બાળકો પણ છે જેની સાથે ઐશ્વર્યા અવારનવાર સોશિયલ મીડિયા પર ફની તસવીરો શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે, શ્રીમા લોકોને ફિટનેસ માટે પ્રેરિત કરતી રહે છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક યુઝરે શ્રીમાને પૂછ્યું હતું કે તમે તમારા બાળકોને કેવી રીતે કહો છો કે તેમની કાકી કેટલી પ્રખ્યાત છે? આના પર શ્રીમાએ કહ્યું હતું કે, “તે મારા ઘરમાં ક્યારેય ચર્ચાનો વિષય નથી રહ્યો.”

નણંદ અને ભાભીના સંબંધોની વાત કરીએ તો ઐશ્વર્યા અને શ્રીમાનું ટ્યુનિંગ ઘણું સારું છે અને ઘણીવાર બંને એકબીજા સાથે જોવા મળે છે. ઐશ્વર્યાએ અનેક પ્રસંગોએ પોતાની ભાભીના વખાણ પણ કર્યા છે. ઐશ્વર્યાએ કહ્યું હતું કે, શ્રીમા તેના બાળકો માટે માત્ર ગુલ્લુ મામી છે. સાથે જ શ્રીમાએ એ પણ કહ્યું છે કે ઐશ્વર્યા તેના બાળકોનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે અને તે ક્યારેય એવો શો નથી કરતી કે તે બોલિવૂડની મોટી સ્ટાર છે.