);});
BollywoodIndia

અક્ષય કુમાર એક કે બે નહિ પણ પાંચ આલીશાન બંગલાના છે માલિક, જુઓ

બૉલીવુડના ખિલાડી તરીકે ઓળખાતા અક્ષય ઘણા વર્ષોથી અભિનય ક્ષેત્રે એક્ટિવ છે. તેમણે પોતાના કરિયરમાં હિન્દી સિનેમાની અઢળક સુપરહિટ ફિલ્મો આપી છે. એટલું જ નહિ પણ અક્ષય કુમારનું નામ એ અભિનેતાઓના લિસ્ટમાં છે જે સૌથી વધારે ફિલ્મો આપે છે. અક્ષય કુમારે પોતાની ફિલ્મો દ્વારા પોતાની અનોખી ઓળખાણ બનાવી છે આ સાથે જ તેમણે કરોડોની સંપત્તિ પણ બનાવી છે.

રિપોર્ટ અનુસાર અક્ષય કુમાર એક-બે નહીં પરંતુ 5 આલીશાન બંગલાઓનો માલિક છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારના મુંબઈના અંધેરીમાં 4 ફ્લેટ છે અને તેનો દરેક ફ્લેટ 2200 સ્ક્વેર ફૂટનો છે, જેની કિંમત 4.5 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.

અક્ષય કુમારનું દેશ તેમજ વિદેશમાં આલીશાન ઘર છે જ્યાં તે પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવા જાય છે. આજે અમે તમને અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના ઘરની કેટલીક ખાસ તસવીરો જણાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનું ઘર મુંબઈના જુહુમાં દરિયા કિનારે છે, જે ખૂબ જ આલીશાન બનાવવામાં આવ્યું છે અને આ ઘરમાં ઘણી લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે.

અક્ષય કુમારના ઘરમાં હોમ થિયેટર, ડાયનિંગ એરિયા, લિવિંગ રૂમ આ બધી જગ્યાને બહુ સુંદર રીતે સજાવ્યા છે. આ સિવાય આ ઘરમાં એક મોટો બગીચો પણ છે જેમાં હીંચકા પણ છે અને માછલીઓનું તળાવ પણ છે. અક્ષય કુમાર પેન્ટિંગના પણ ખુબ શોખીન છે. એવામાં તેમના ઘરમાં ખુબ મોંઘી મોંઘી પેન્ટિંગ પણ લગાવવામાં આવી છે. એક રિપોર્ટ પ્રમાણે અક્ષય કુમારના ઘરનો લિવિંગ એરિયા અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કર્યો છે.

તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર પાસે મુંબઈના અંધેરી વિસ્તારમાં 4 ઘર છે જે 2200 ચોરસ ફૂટમાં ફેલાયેલા છે. આ સિવાય તેની પાસે ગોવામાં 5 કરોડ રૂપિયાનું આલીશાન ઘર છે જે પોર્ટુગલ સ્ટાઈલમાં બનેલું છે અને તેમાં ખૂબ જ લક્ઝુરિયસ સ્વિમિંગ પૂલ પણ છે. અક્ષય કુમાર જ્યારે પરિવાર સાથે ગોવા જાય છે ત્યારે તે અહીં એન્જોય કરતો જોવા મળે છે.

આ સિવાય અક્ષય કુમારનો કેનેડાના ટોરોન્ટોમાં પણ એક આલીશાન બંગલો છે. તેઓ જ્યાં પણ ફરવા જાય છે ત્યાં એક જ બંગલામાં રહે છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારનું પણ મોરેશિયસમાં એક આલીશાન ઘર છે, જેની કિંમત કરોડોમાં કહેવાય છે.

તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્ન 17 જાન્યુઆરી 2001ના રોજ થયા હતા. કહેવાય છે કે અક્ષય અને ટ્વિંકલ ખન્ના પહેલીવાર ફિલ્મફેરના ફોટોશૂટ દરમિયાન મળ્યા હતા. ટ્વિંકલ ખન્નાને જોઈને અક્ષય કુમાર પોતાનું દિલ આપી દીધું હતું. આ પછી તેણે નક્કી કર્યું હતું કે તે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કરશે. ટ્વિંકલ અને અક્ષય કુમાર બે બાળકોના માતા-પિતા છે. પુત્રનું નામ આરવ અને પુત્રીનું નામ નિતારા છે.