BollywoodIndiaNews

આલિયાએ બાથટબમાં બેસીને આપ્યા પોઝ, ત્રણે ત્રણ ફોટો છે ખૂબ જોવા જેવા

બૉલીવુડની કીઉટેસ્ટ અભિનેત્રી કહેવાતી એવી અભિનેત્રી આલિયા ભટ્ટ હમણાં પોતાના બોલ્ડ અંદાજને લીધે ખૂબ ચર્ચામાં રહેતી હોય છે. જલ્દી જ તેણી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ રીલીઝ થવાની છે. આ ફિલ્મમાં આલિયાનો અંદાજ જોઈને બધાને ખૂબ પસંદ આવશે. હમણાં જ આલિયાએ અમુક એવા ફોટો શેર કર્યા છે જેને જોઈને બધા હેરાન રહી જશે.

ખરેખર, આલિયા તેની ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપવા માટે બર્લિન ગઈ હતી. આ દરમિયાન આલિયાએ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ હાજરી આપી હતી. અહીં તેનો ખૂબ જ બોલ્ડ લુક જોવા મળ્યો હતો. હાલમાં જ આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વિચિત્ર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આલિયા બાથ ટબમાં પોઝ આપતી જોવા મળી રહી છે.તસવીરોમાં આલિયા ભટ્ટ ક્યારેક બાથ ટબ પર બેઠી તો ક્યારેક વોશ બેસિન પર કેમેરા માટે પોઝ આપતી જોવા મળે છે. આલિયાએ શોર્ટ વ્હાઇટ ડ્રેસ પહેર્યો છે. અભિનેત્રીએ સફેદ બ્લેઝર સાથે આ આઉટફિટ પૂરો કર્યો છે.

આલિયાએ આ આઉટફિટ સાથે હેયરબન, જીરો એક્સેસરીજ અને બહુ જ ઓછો મેકઅપ કર્યો છે. તેણે પોતાના આ લુકને બહુ સિમ્પલ રાખ્યો છે. ફોટોમાં આલિયાની સુંદરતા પર કોઈપણ પોતાનું દિલ હારી જાય. બાથટબમાં સૂતા સૂતા આલિયાએ જે પોઝ આપ્યો છે તેમાં તેનો સવેગ જોવા લાયક છે. આ ફોટોના કેપ્શનમાં આલિયાએ લખ્યું હતું, ‘બાય બાય બર્લિન’ કોણે વિચાર્યું હતું કે બર્લિનને આવીરીતે તે બાય કહેશે. અભિનેત્રીનો આ ફોટો બહુ વાઇરલ થઈ રહ્યો છે.

આલિયાના ફોટા પર સેલેબ્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. અનુષ્કા શર્માએ આલિયાની તસવીરો પર કોમેન્ટ કરીને ‘સ્ટનિંગ’ લખ્યું છે. સાથે જ જાહ્નવી કપૂરે ‘એક્સક્યુઝ મી પ્લીઝ’ અને હુમા કુરેશીએ ‘ગોર્જિયસ’ લખ્યું છે. આ સિવાય મનીષ મલ્હોત્રાએ હાર્ટની ઈમોજી બનાવી છે. આલિયાની આ તસવીરો ચાહકોના દિલ ચોરવા માટે પૂરતી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ આલિયાની બર્લિન ફિલ્મ ફેસ્ટિવલની કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં તે ગંગુબાઈ કાઠિયાવાડીની સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી હતી. ‘ગંગુબાઈ’ની જેમ, આલિયાએ બધાને હાથ જોડીને અભિવાદન કર્યું. અભિનેત્રી દ્વારા આની એક તસવીર શેર કરવામાં આવી છે, જેમાં તે કેમેરા તરફ પીઠ રાખીને ઉભી છે અને પછી બંને હાથ ઉપર કરી રહી છે. લોકોને આલિયાની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આલિયાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ સંજય લીલા ભણસાલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ વાસ્તવિક જીવનથી પ્રભાવિત છે. આ ફિલ્મની વાર્તા કમાઠીપુરાની રાણીના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં અજય દેવગણ, વિજય રાઝ, સીમા પાહવા અને શાંતનુ મહેશ્વરી પણ છે.