BollywoodIndia

હિન્દી ફિલ્મમાં દેખાશે સાઉથનો આ સુપર સ્ટાર અલ્લુ અર્જુન

આજકાલ સાઉથના અભિનેતા સુપર સ્ટાર અલ્લુ અર્જુન ખુબ ચર્ચામાં છે. તેમની ફિલ્મ ‘પુષ્પા- ધ રાઇઝ’એ દર્શકોને ખુબ પસંદ આવી છે એટલું જ નહિ તે બોક્સ ઓફિસમાં ખુબ જ સારું કામ કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધી વિશ્વમાં 300 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુને ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવ્યું છે.

અભિનેત્રી રશ્મિકા મંદન્ના દૂધ વેચતી સાદી છોકરીની ભૂમિકા ભજવે છે અને આ ફિલ્મ લાલ ચંદનની દાણચોરી પર આધારિત છે. તે જ સમયે, હવે સુપરસ્ટાર અલ્લુ અર્જુને એક એવો ખુલાસો કર્યો છે, જેના કારણે તે ખૂબ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે હવે તેણે તેના બોલિવૂડ ડેબ્યુ વિશે ખુલાસો કર્યો છે અને અભિનેતાએ કહ્યું કે તેને હિન્દી ફિલ્મમાં અભિનય કરવાની ઓફર મળી છે.સમાચાર એજન્સીના રિપોર્ટ પ્રમાણે અલ્લુ અર્જુનને એક હિન્દી ફિલ્મમાં કામ મળવા બાબતની વાત કહી છે.

તેમણે કહ્યું છે કે, ‘મને એક હિન્દી ફિલ્મની ઓફર મળી છે પણ હજી મને તેમાં કોઈ રસપ્રદ કે પછી રોમાન્ચ જેવું અનુભવ્યું નથી. મને આશા છે કે હું જલ્દી જ હિન્દી સિનેમામાં કામ કરીશ.આટલું જ નહીં, એવું જાણવા મળે છે કે તેણે કહ્યું હતું કે જ્યારે તમે અન્ય ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવો છો. ત્યારે તમારે તેમાં જોખમ લેવાની સાથે હિંમતની પણ જરૂર છે. આ સિવાય તેણે આગળ કહ્યું કે, જ્યારે આપણે ઈન્ડસ્ટ્રીમાં હીરોના રોલમાં હોઈએ છીએ ત્યારે કોઈ અમારી પાસે ફિલ્મ લઈને આવે છે. તેથી માત્ર હીરોની ભૂમિકા ભજવવા માટે જ ઓફર આવે છે.

તેમણે આગળ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, ‘ફિલ્મોમાં લીડ અભિનેતાના રોલ કરવા સિવાય તેમને કોઈપણ બીજી વાતમાં રસ છે નહિ.’ અલ્લુ અર્જુને આગળ કહ્યું છે કે આટલા મોટા સ્ટારને બીજાની ભૂમિકા નિભાવવાનો કોઈ અર્થ છે નહિ કેમ કે તેનાથી ફિલ્મને નુકશાન થાય છે.’

બીજી તરફ જ્યારે આપણે અલ્લુ અર્જુનની ફિલ્મ કારકિર્દી વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણને જાણવા મળે છે કે અલ્લુ અર્જુન દક્ષિણના ફિલ્મ નિર્માતા અલ્લુ અરવિંદનો પુત્ર છે અને તે બન્ની, આર્ય, દેસમુદુરુ, અલા બૈકુંથાપુરરામુલુ જેવી ફિલ્મો માટે જાણીતો છે. તે જ સમયે, તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં આવેલી અલ્લુ અર્જુનની ફિલ્મ બૈકુંઠપુરરામુલુની હિન્દી રીમેક રાજકુમાર તરીકે બની રહી છે અને આ ફિલ્મમાં અભિનેતા કાર્તિક આર્યન રાજકુમારનો રોલ કરી રહ્યો છે, જ્યારે અભિનેત્રી કૃતિ સેનન છે. પણ લીડ રોલમાં જોવા મળશે.

આ સિવાય અંતમાં તમને જણાવી દઈએ કે દર્શકો અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની હિટ ફિલ્મ ‘પુષ્પા’ના બે ભાગમાં જોવા મળશે. આ ફિલ્મમાં આંધ્રપ્રદેશની પહાડીઓમાં થતી લાલ ચંદનની લૂંટની ભયાનક વાર્તા દર્શાવવામાં આવી છે. આ વાર્તામાં અલ્લુ અર્જુન ‘પુષ્પા’ના પાત્રમાં છે, જે સ્થાનિક રહેવાસી છે અને તસ્કરોનો સામનો કરે છે. આ સિવાય ફિલ્મમાં રશ્મિકા મંદન્નાએ ‘શ્રીવલ્લી’ નામની છોકરીનો રોલ કર્યો છે અને ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 300 કરોડની કમાણી કરી છે.