IndiaNews

ચારે બાજુ બરફ-બરફ અને ગુફાની અંદર બાબા બર્ફાની, શિવલિંગના દિવ્ય દર્શન કરો

આ વર્ષના બાબા બર્ફાનીની પહેલી તસવીરો સામે આવી છે. તસવીરોમાં અમરનાથ ગુફા અને બાલટાલ વિસ્તાર દેખાઈ રહ્યો છે. ચારે બાજુ બરફ છે અને ગુફાની અંદર બરફથી બનેલું શિવલિંગ દેખાઈ રહ્યું છે. જો કે આ તસવીર કોણે લીધી તે જાણી શકાયું નથી. આ વર્ષની અમરનાથ યાત્રા શરૂ થવામાં હજુ લગભગ 2 મહિના બાકી છે. કેટલાક લોકો પહેલાથી જ પવિત્ર ગુફા સુધી પહોંચવામાં સફળ થયા છે અને તેઓએ ગુફામાંથી આ તસવીરો ક્લિક કરીને સોશિયલ મીડિયા પર શેર કરી છે.

બાબા બર્ફાનીની વર્ષ 2023ની આ પ્રથમ તસવીર છે. શિવભક્તો સમય પહેલા પણ બાબા બર્ફાનીના દર્શન કરી શકશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી બાબાની તસવીરો વિશે માહિતી મળી છે કે મે મહિનાના પહેલા અઠવાડિયામાં જ કેટલાક શિવ ભક્તો દર્શન કરવા આવ્યા હતા.

આ પણ વાંચો: સુરતના બારડોલી નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, છ લોકોના મોત

એપ્રિલ મહિનાથી જ યાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને માર્ગ પરનો બરફ સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બાકીની સુવિધાઓ પણ પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. આ વર્ષે અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ રહી છે. નોંધપાત્ર વાત એ છે કે, હજુ સુધી અમરનાથ બોર્ડના કોઈ અધિકારી ગુફા સુધી પહોંચી શક્યા નથી અને ન તો તેમણે આ તસવીરોની પુષ્ટિ કરી છે. અમે પણ આ તસ્વીરોની પુષ્ટિ કરતા નથી.

તમને જણાવી દઈએ કે પવિત્ર અમરનાથ યાત્રાના ઈતિહાસમાં પહેલીવાર યાત્રા ટ્રેકની જાળવણીની જવાબદારી બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ને આપવામાં આવી છે. અમરનાથ ગુફા 3,888 મીટર એટલે કે 12,756 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. અમરનાથ ગુફા લગભગ 40 મીટર લાંબી અને 12 મીટર પહોળી છે.

આ પણ વાંચો: શનિદેવની એક ખરાબ દ્રષ્ટિ પણ જીવનમાં ભૂકંપ લાવી દે છે, શનિ જયંતિ પર કરો આ કામ