AhmedabadGujarat

અમરનાથની યાત્રાએ ગયેલ વડોદરાના યુવકને વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન કર્યા બાદ હાર્ટએટેક આવતા કરુણ મોત

વડોદરાના યુવાનને લઈને એક દુઃખદ ઘટના સામે આવી છે. વડોદરાના યુવાનનું ચારધામ યાત્રા દરમિયાન વૈષ્ણોદેવી મંદિરે હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. 42 વર્ષ નીતિન કહારને વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન કર્યા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને ત્યાના ત્યા જ તે ઢળી પડ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનુ કરુણ મોત નિપજ્યું હતું. તેના મૃતદેહને પ્લેન દ્વારા વડોદરા લાવવામા આવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના પાણીગેટ કહાર મહોલ્લામાં નીતિન કહાર નામનો યુવક કેબલ ઓપરેટરનો ધંધો કરી જીવન પસાર કરે છે. વડોદરાથી 10 મિત્રો વૈષ્ણોદેવી મંદિર અને અમરનાથ યાત્રા માટે ગયેલા હતા. 27 જુના રોજ તેમના દ્વારા પ્રવાસનો આરંભ કરવામાં આવ્યો હતો. નીતિનનુ રજિસ્ટ્રેશન બાકી હોવાના લીધે તે કટારા પહોંચી ગયો હતો. ત્યાર બાદ તે અમરનાથ જવા માટે નીકળ્યો હતો.

તેના પછી તમામ મિત્રઓ વૈષ્ણોદેવી ચાલતા દર્શન કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન મંદિરમાં તેઓએ એકસાથે દર્શન કરીને બહાર નીકળ્યા હતા. બહાર નીકળતા જ યુવકને છાતીમાં દુઃખાવો થતા યુવાન અચાનક જમીન પર ઢડી પડ્યો હતો. તેને સારવાર આપવામાં આવે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આ વાતની જાણકારી અમરનાથ નીકળી ગયેલા મિત્રોને કરાઈ હતી. તેના લીધે તેઓ પોતાની યાત્રા અધૂરી છોડીને પરત આવી ગયા હતા. નીતિનને સ્ટ્રેચર પર વૈષ્ણોદેવી મંદિરેથી નીચે લવાયો હતો. કટરાથી તેના મૃતદેહને જમ્મુ કાશ્મીરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.