હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, આ તારીખે પડશે વરસાદ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 9 ઓગસ્ટથી 13 ઓગસ્ટ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 9 ઓગસ્ટના રોજ વરસાદની એક સિસ્ટમ સર્જાવવાના કારણે ગુજરાતના અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, આશ્લેષા નક્ષત્ર હોવાના કારમે આ વરસાદ પાક માટે ખૂબ નુકસાનકારક છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તારીખ 5 અને 6 ઓગસ્ટે ભારે વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે, પંચમહાલ,મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત,બનાસકાંઠા,અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અમદાવાદ તેમજ ગાંધીનગર જિલ્લામાં પણ મધ્યમ વરસાદ પડવાની તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાવવાના કારણે રાજ્યમાં ભારે વરસાદ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, વરસાદ પડવાના કારણે તાપી નદી,નર્મદા નદી અને સાબરમતી નદી સહિતની નદીઓના જળસ્તરમાં પણ વધારો થશે. ઓગષ્ટ મહિનમાં ગુજરાતના વિવિધ વિસ્તારો વરસાદ પડશે. 12 અને 13 ઓગસ્ટના તેમજ 16 અને 17 ઓગસ્ટના રોજ પણ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ડિપ ડિપ્રેશનની સ્થિતિ 21 ઓગસ્ટના રોજ મજબૂત બનશે, જેના કારણે પણ સારો વરસાદ પડશે.