AhmedabadGujarat

અંબાલાલ પટેલે બિપોરજોયની વાવાઝોડાને લઈને કરી ભયજનક આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં તબાહી મચાવશે વાવાઝોડું

અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. હવે તે પાકિસ્તાન તરફ નહીં પરંતુ તે ગુજરાત તરફ વળ્યું છે. જ્યારે આ વાવાઝોડું પોરબંદરથી માત્ર 450 કિમી દૂર રહેલું છે. દ્વારકાથી માત્ર 490 કિમી અને નલિયાથી 570 કિમી દૂર રહેલું છે. વાવાઝોડું ગુજરાતથી ટકરાશે અને તે ખુબ જ ભયંકર હશે. તેની સાથે જ વાવાઝોડું ટકરાશે ત્યારે તેની ગતિ 120 કિમી આજુબાજુ રહેવાની શક્યતા રહેલી છે. આ વાવાઝોડાની અસર પોરબંદર, ઓખા, બેટ દ્વારકા અને કચ્છમાં જોવા મળશે.

આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને ભયાનક આગાહી કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે, 50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું આ વર્ષનું રહેવાનું છે. બિપોરજોય વાવાઝોડાના લીધે ગુજરાતમાં કડાકા ભડાકા, આંધી સાથે વરસાદ વરસી શકે છે. વાવાઝોડાની અસર રાજ્યના પશ્ચિમ કાંઠા વધુ જોવા મળશે.

તેની સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે, વાવાઝોડાના લીધે પવન સાથે વરસાદ વરસી શકે છે. 12 થી 16 જૂનના મધ્ય ગુજરાતમાં અસર જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગર સુધી વરસાદ વરસી શકે છે. 12 થી 16 જૂન સુધી સામાન્યથી વધુ વરસાદ વરસી શકે છે. ઉત્તર, મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ બને તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે. જ્યારે આ વવાઝોડું વધુ રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ વવાઝોડાનો ઝુકાવ ગુજરાત તરફ દેખાઈ છે. ગુજરાતમાં હિટ થશે નહીં પરંતુ વાવઝોડાની અસરથી ગુજરાતનો દરિયાકિનારે જોવા મળશે. માંગરોળ, ભાવનગર, સલાયા, પોરબંદર, ઓખા, નલિયા, ગીર સોમનાથ સહિત દરિયા કાંઠા પર ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસશે.

અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, બિપોરજોય વાવઝોડા ગુજરાત તરફ આવવાની શક્યતા સતત વધી ગઈ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાત સુધી અસર જોવા મળશે. અમદાવાદમાં પણ વરસાદનું અનુમાન છે અને પવનની ગતિ પણ વધુ રહેવાની છે. 15 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમા વરસાદ વરસવાની શકયતા રહેલી છે.