ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખથી શરૂ થશે ચોમાસુ
ચાલુ વર્ષે સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેતીને ખૂબ મોટું નુકસાન થયું છે. રાહયમાં હાલ ઉત્તર ગુજરાત,કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે લાગી રહ્યું છે કે કદાચ કમોસમી વરસાદ પડી શકે છે. ત્યારે આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ચોમાસાના પડધમ રાજ્યમાં વાગી રહ્યા છે. ચોમાસા પહેલાની પ્રક્રિયા પણ શરૂ થવાની છે. સવારના સમયમાં વાદળો આવે છે અને બપોરના સમયે ફરી પાછા જતા રહે છે. સતત એક મહિના સુધી આ પ્રકારની પ્રક્રિયા ચાલતી રહે છે, આવી પ્રક્રિયાઓ રાજ્યમાં શરુ થઈ ગઈ છે. તારીખ 15 જુનની આનુબાજુ રાજ્યમાં ચોમાસાની શરુઆત થવાની શક્યતા રહેલો છે. આમ રાજ્યમાં 15થી 30 જૂન સુધીમાં ચોમાસુ શરુ થશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ભરઉનાળે પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે એક દિવસ કમોસમી વરસાદ પડ્યા પછી ગુજરાતમાં વરસાદ બંધ થઇ જશે. ત્યારપછી તાપમાનનો પારો ઉંચો જશે. બોટાદ, ભાવનાગર, અમરેલી, રાજકોટ, તાપી, ડાંગ અને દાહોદના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો આવતીકાલથી ગુજરાતમાં ફરી એકવાર ગરમીનો પારો ઉંચો જાય તેવી શક્યતા છે. અમદાવાદમાં 9મેના રોજ ગરમી વધતા યલો એલર્ટની શકયતા રહેલી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડશે. 48 કલાક પછી રાજ્યનું તાપમાન 3થી 5 ડિગ્રી વધવાની શક્યતા છે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ વરસી શકે છે.