India

કમાણીની બાબતમાં ગૌતમ અદાણીએ પાછળ છોડ્યા મુકેશ અંબાણીને. આંકડો જાણીને આંખો થશે ચાર

અમીરી અને ગરીબીએ એક રમત છે અને તે હમણાંથી નહીં પણ વર્ષોથી સદીઓથી ચાલ્યો આવે છે, અમુક ક્ષણમાં કોઈ અમીર બની જાય છે તો એક જ ક્ષણમાં કોઈ ગરીબ બની જાય છે. આમ તો આ અમીરી અને ગરીબી વ્યક્તિના નસીબ પર નિર્ભર કરે છે. પણ તેમ પણ મહેનત તો હોવી જ જોઈએ. આજે અમે તમને એક સમાચાર જણાવવાના છે જે મુજબ ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે અને હવે તેઓ દેશના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ચાલો જણાવી વિગતે.

નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય શેરબજારમાં મંદીનું વાતાવરણ છે. જેના કારણે એવું બન્યું કે શેરબજાર નબળા પડવાના કારણે રિલાયન્સના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગૌતમ અદાણીએ હવે સંપત્તિના મામલે મુકેશ અંબાણીની રાજનીતિ છીનવી લીધી છે.

તે જાણીતું છે કે 25 જાન્યુઆરી 2022ના રોજ એટલે કે આજે ગૌતમ અદાણી ભારતમાં કમાણી મામલે આગળ નીકળી ગયા હતા અને આ સાથે તેમણે મુકેશ અંબાણીના બાદશાહને પડકાર પણ આપ્યો હતો.તમને જણાવી દઈએ કે ફોબર્સની રિયલ ટાઈમ નેટવર્થ ડેટા પ્રમાણે ગૌતમ અદાણીની વેલ્થ હમણાં 90 અરબ ડોલર એટલે કે લગભગ 6.72 લાખ કરોડ રૂપિયા છે જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપતિ 89.8 અરબ ડોલર એટલે કે 6.71 લાખ કરોડ રૂપિયા છે. એવામાં આ ગેપ ભલે અમુક નંબરનો જ હોય પણ કહેવાય છે ને કે ફરક તો પડે છે તો બસ આ થોડા આંકડાનો જ ડિફરન્ટ છે અહિયાં. હવે કમાણીની બાબતમાં ગૌતમ અદાણીએ વિશ્વમાં 11મુ સ્થાન મેળવી લીધું છે.

નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા બે દિવસમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઘણું તૂટ્યું છે, જેના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરને પણ નુકસાન સહન કરવું પડ્યું છે. પરિણામે બે દિવસમાં રિલાયન્સના શેરમાં રૂ. 155નું ધોવાણ થયું હતું. આવી સ્થિતિમાં મુકેશ અંબાણીએ પોતાનું ટોચનું સ્થાન છોડવું પડ્યું અને કમાણીની બાબતમાં તેઓ હવે ગૌતમથી પાછળ નીકળી ગયા છે.

બીજી તરફ ગૌતમ અદાણીની સંપત્તિમાં દરરોજ 6000 કરોડ રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. હા, ફોર્બ્સના રીઅલ-ટાઇમ ડેટા અનુસાર, 31 ડિસેમ્બરના રોજ, ગૌતમ અદાણીની નેટવર્થ $ 78 બિલિયન એટલે કે લગભગ રૂ. 5.82 લાખ કરોડ હતી, જે 18 જાન્યુઆરી, 2022ના રોજ વધીને $93 બિલિયન અથવા લગભગ રૂ. 6.95 લાખ કરોડ થઈ હતી. અને હવે આજે એટલે કે 25 જાન્યુઆરીએ અદાણીની નેટવર્થ 90 બિલિયન ડોલરે પહોંચી ગઈ છે.