લોકડાઉન-5 લાગુ થશે? અમિત શાહે પીએમ મોદી સાથે મુલાકાત કરી
કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ કરાયું તેનો 2 મહિનાથી પણ વધુ સમય થઇ ગયો છે. ચોથા તબક્કાના લોકડાઉનને 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે, જેનો સમયગાળો આવતીકાલે રવિવારે સમાપ્ત થાય છે. ચર્ચા છે કે લોકડાઉનનો હજુ એક તબક્કો દેશમાં લાગુ કરવામાં આવશે. લોકડાઉન 5.0 અંગે કેન્દ્ર સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ગૃહમંત્રી અમિત શાહે લોકડાઉન સમાપ્ત થયાના એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીએમ આવાસ ખાતે મળ્યા હતા. એવી ધારણા છે કે હજુ પણ લોકડાઉન નો એક તબક્કો આવી શકે છે. શુક્રવારે ગોવાના મુખ્ય પ્રધાન ડો.પ્રમોદ સાવંત દ્વારા વધતા લોકડાઉનનો સંકેત આપ્યો હતો.તેમણે લોકડાઉનને વધુ 15 દિવસ માટે લંબાવવાની માંગ કરી છે. ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કર્યા પછી સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે, તેથી વધુ 15 દિવસ માટે લોકડાઉન વધારવાની જરૂર છે.
ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે લોકડાઉન અંગે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. ગૃહમંત્રીએ તેમના રાજ્યોના 31 મે પછીના લોકડાઉન અને તે પછીના વિચારો અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.માનવામાં આવે છે કે પીએમ નરેન્દ્ર મોદી રવિવારે મન કી બાત માં લોકડાઉન અંગે કંઈક જાહેરાત કરી શકે છે.