Amul Milk Price: બજેટ પછી તરત જ મોંઘવારી ફરી એકવાર સામાન્ય જનતાને ફટકારી છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ બ્રાન્ડ હેઠળ તેની ડેરી પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરે છે, તેણે છેલ્લે ઓક્ટોબરમાં તેની ગોલ્ડ, ફ્રેશ અને શક્તિ મિલ્ક બ્રાન્ડના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો હતો.
હવે ગુજરાત ડેરી સહકારી અમૂલે આજથી તાજા દૂધ પર પ્રતિ લિટર રૂ.3 સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ રિવિઝન બાદ અમૂલ ગોલ્ડની કિંમત 66 રૂપિયા પ્રતિ લીટર થશે.અમૂલ તાઝાની કિંમત 54 રૂપિયા પ્રતિ લિટર, અમૂલ ગાયનું દૂધ 56 રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ A2 ભેંસના દૂધની કિંમત હવે 70 રૂપિયા પ્રતિ લિટર હશે, એમ અમૂલે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
Amul પાઉચ દૂધના તમામ પ્રકારો પર 3 ફેબ્રુઆરીથી નવા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના ઉત્પાદન અને સંચાલનના એકંદર ખર્ચમાં વધારો થવાને કારણે ભાવમાં વધારો થયો હતો. અમૂલે કહ્યું હતું કે એકલા પશુઓના ચારાની કિંમતમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે.