SaurashtraGujarat

દ્વારકા નજીક ખાનગી બસ પલટી જતા સર્જાયો અકસ્માત, એકનું મોત, અનેક ઈજાગ્રસ્ત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત દ્વારકાના બરડીયા થી સામે આવ્યો છે.

જાણકારી મુજબ, દ્વારકાના બરડિયા પાસે ખાનગી બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે 15 જેટલા મુસાફરો આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે. પોરબંદર હાઈવે પર બરડિયા પાસે આ દુર્ઘટના ઘટી છે.

તમને જણાવી દઈએ કે, દ્વારકા પોરબંદર હાઈવે પર બરડીયા ગામ નજીક ખાનગી બસના ડ્રાઈવર દ્વારા સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દેતા બસે પલટી ખાઈ લીધી હતી. જેમાં એક વ્યક્તિનો જીવ ગયો છે અને 15 જેટલા લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને 108 મારફતે દ્વારકાની નજીકની સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જાણકારી મુજબ, આ બસ સોમનાથ થી દ્વારકા તરફ આવી રહી હતી. એવામાં રાત્રિના લગભગ 3 થી 4 વાગ્યાની આજુબાજુ ના સમયના બસ દ્વારા પલટી ખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ખાનગી બસની વાત કરીએ તો આ બસમાં ભરૂચ, વડોદરાના કેટલાક યુવાઓ દ્વારકા અને સોમનાથ દર્શન માટે જઈ રહ્યા હતા.