South GujaratGujaratSurat

સુરતમાં ડભોલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. સુરતના ડભોલી ફાયર સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવનાર કર્મચારી દ્વારા ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. કર્મચારી સવારના ફરજ પર ન આવતા અધિકારીઓ દ્વારા તેઓને ફોન કરવામાં આવ્યો હતો. તેમ છતાં કર્મચારી દ્વારા ફોન રિસીવ કરવામાં આવ્યો નહોતો. તેના લીધે અન્ય કર્મચારીઓ દ્વારા તેમના ઘરે જઈને જોયું તો તેઓ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. મૃતક કર્મચારીની વાત કરીએ તો તેમના પત્ની અને એકનો એક દીકરો ગામડે પ્રસંગ હોવાના લીધે ગયેલા હતા. એવામાં એકલતાનો લાભ લઈને પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈને કર્મચારીએ જીવન ટૂંકાવી દીધું હતું. ઘટનાની જાણકારી મળતા જ ફાયર ટીમ, પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી થઈ હતી. તેમ છતાં હાલમાં કર્મચારી દ્વારા આપઘાત કેમ કરવામાં આવ્યો તેનું કોઈ કારણ સામે આવ્યું નથી.

જાણકારી મુજબ, સુરતના ડભોલી ફાયર સ્ટેશનમાં 32 વર્ષીય કિશોરસિંહ પઢેરિયા ડ્રાઈવર તરીકે ફરજ પર રહેલા હતા અને તે ફાયર ક્વોટરમાં પરિવાર સાથે રહી રહ્યા હતા. તેમને પરિવારમાં પત્ની અને એક 13 વર્ષનો પુત્ર રહેલો છે. એવામાં તેમની પત્ની અને એકનો એક દીકરો ગામમાં કોઈ પ્રસંગમાં હોવાના લીધે તે ગયેલા હતા. તેના લીધે કિશોરસિંહ ઘરે રહેલા હતા. એવામાં આજે સવારના કિશોરસિંહ ફરજ પર હાજર ન થતા અધિકારીઓ દ્વારા કિશોરસિંહને ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ કિશોરસિંહ દ્વારા ફોન રિસીવ કરવામાં ન આવતા અન્ય કર્મચારીઓ તેમના ઘરે પહોંચ્યા હતા. તે દરમિયાન કિશોરસિંહ દરવાજો ખોલતા ન હોવાના લીધે તેમની બાથરૂમની બારી દ્વારા ઘરમાં પ્રવેશીને જોતા કિશોરસિંહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ બાબતમાં ફાયરના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અને 108 ની ટીમને જાણ કરાઈ હતી. 108 ની ટીમ દ્વારા ઘટના સ્થળ પર આવીને કિશોરસિહને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમ છતાં કિશોરસિહ દ્વારા આ પગલું ક્યા કારણોસર ભરવામાં આવ્યું તેની કોઈ જાણકારી સામે આવી નથી. એવામાં કિશોરસિંહના આપઘાતના લીધે પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

પોલીસ દ્વારા 108 મારફતે મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. તેમના પરિવારમાં પત્ની અને 13 વર્ષનો પુત્ર રહેલ છે. જેઓ હાલમાં ગામમાં રહે છે. કિશોરસિંહ હાલમાં છેલ્લા બે-ત્રણ દિવસથી એકલા રહી રહ્યા હતા. એવામાં એકલતાનો લાભ લઈને આ પગલું ભરવામાં આવ્યું હતું. તેમ છતાં આપઘાત પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી.