ઘરે જઈ રહેલા બેંક કર્મી સાથે રાત્રે કારમાં બન્યો એવો બનાવ કે..
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીપળવા નામના ગામ ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં પટાવાળા તરીકે ફરજ બજાવનારનું અપહરણ તેમજ લૂંટની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. 35 વર્ષની ઉંમરના વિશાલ સાવલિયાનું અપહરણ તેમજ રૂપિયા 92,500ના કિંમતની મત્તાની લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. હાલ તો જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર બાબતને લઈને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
PM નરેન્દ્ર મોદી વિરોધી પોસ્ટ લગાવવા બદલ અમદાવાદમાં AAP ના આઠ કાર્યકર્તાઓની ધરપકડ
વિશાલ સાવલિયાના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા 10 વર્ષથી પાંચપીપળા નામના ગામે આવેલ રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં પટાવાળા તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને તેઓ જુનાગઢથી પાંચપીપળા ખાતે મોટરસાયકલ દ્વારા રોજ અપડાઉન કરે છું. ત્યારે 29મી માર્ચના રોજ નોકરી પુરી કરીને સાંજના સમયે જ્યારે તેઓ જુનાગઢ પરત ફરી રહ્યા હતા ત્યારે લૂંટના ઇરાદે કાવતરું રચી મારું અપહરણ કર્યું હતુ. અફરણકર્તાઓએ તેમને I20 કારમાં બેસાડી તેમની પાસે રહેલ 70,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન તેમજ પાકીટમાં રહેલ 500 રૂપિયા, અને પાંચ ગ્રામ સોનાની ચેન જે તેમણે ગળામાં પહેરી હતી જેની કિંમત આશરે 22,000 હતી તે બધુંબજ લૂંટી લેવામાં આવ્યું હતું. અને બાદમાં અપહરણકર્તાઓએ વિશાલભાઈને માથાના ભાગે તેમજ વાંસાના ભાગે માર માર્યો હતો. તેમજ તેમને હત્યા કરી નાખવાની ધમકી પણ આપી હતી.
વધુમાં વિશાલભાઈએ જણાવ્યું હતું કે, અપહરણ કર્તાઓએ તેમને રૂપિયા 20 લાખ આપવા માટે કહ્યું હતું. પરંતુ વિશાલભાઈએ પોતાની પાસે આટલા રૂપિયા નથી તેમ જણાવ્યું હતું. આપીદે. ત્યારે અપહરણકર્તાઓએ તેમના મકાન અંગે પૂછ્યું કે મકાન પોતાનું છે કે ભાડે ત્યારે વિશાલભાઈએ લોન પર મકાન લીધું છે તેમ જણાવ્યું હતું. ત્યારપછી અપહરણકર્તાઓએ વિશાલભાઈના મોબાઇલમાંથી સીમકાર્ડ કાઢીને તેમને પાછું આપી દીધું હતું. અને કહ્યું કે, હું તને ફોન કરું એટલે મોબાઈલનું ઓરીજનલ બિલ અને રૂપિયા 50,000 રોકડા મને આપી જજે. આમ કહી અપહરણકર્તાઓએ વિશાલભાઈને છોડી મૂક્યા હતા.
બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા ડ્રાઇવરના થયા એવા હાલ કે પછી..
તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે IPC ની લાગુ પડતી કલમો હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.