રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટાવધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતારહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદથી સામે આવ્યો છે.
અમદાવાદમાં AMTS બસની અડફેટે આવતા વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. શાહપુર વિસ્તારમાં AMTS બસના ચાલક દ્વારા વૃદ્ધને અડફેટે લેતાં વૃદ્ધનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ શહેરના શાહપુર ચાર રસ્તા નજીક ફૂલ ઝડપે આવી રહેલ AMTS બસ દ્વારા વૃદ્ધને અડફેટે લેવામાં આવતા તેમનું ઘટના સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને લઈને સ્થાનિકો લોકો ભેગા થઈ ગયા હતા. તેમ છતાં AMTS બસનો ચાલક અકસ્માત સર્જી ને બસ મુકીને ઘટનાસ્થળ પર થી નાસી ગયો હતો.
ઘટનાની જાણકારી મળતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી ગઈ હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા વૃદ્ધ ના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલામાં પોલીસ દ્વારા બસ ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એવામાં વૃદ્ધ ના મૃત્યુ બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.