GujaratSouth GujaratSurat

સુરતમાં પેટ્રોલિંગ કરી રહેલા RAF જવાનનું હાર્ટ એટેકથી નીપજ્યું મોત

રાજ્યમાં સતત હાર્ટ એટેક ની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આવા જ સમાચાર સુરતથી સામે આવ્યા છે. સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવનાર રેપિડ એક્શન ફોર્સ ના જવાનને હાર્ટએટેક આવતા  શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રસ્તા પર અચાનક ઢળી પડ્યા હતા. તેના લીધે સાથી જવાનો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.  ત્યાર બાદ એરપોર્ટ ખાતેથી જવાનના મૃતદેહને સન્માન સાથે વિદાય અપાઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના ૫૮ વર્ધષના ધરમપાલ રેપિડ એક્શન ફોર્સમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ પર રહેલા હતા. હાલમાં તે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા હતા. એવામાં ગઈ કાલના રૂટિન મુજબ, લિંબાયત વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરતા સમયે તેમને ચક્કર આવતા તે અચાનક ઢળી પડ્યા હતા. ત્યારબાદ સાથી જવાનો દ્વારા તેમને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
સ્મીમેર હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધરમપાલનું હાર્ટએટેક મૃત્યુ નીપજ્યું હતું. ધરમપાલના અવસાન અંગે RSF દ્વારા તેમના પુત્રને જાણ કરાઈ હતી, ત્યારબાદ મૃતદેહને હવાઈ માર્ગ દ્મૃવારા તદેહ વતન ઉત્તરપ્રદેશ મોકલી દેવાયો હતો. જ્યારે સુરત એરપોર્ટ ખાતે સુરત સિટી પોલીસ, RAF જવાનો અને BSF જવાનોની હાજરીમાં સન્માન સાથે તેમને વિદાય અપાઈ હતી. તેની સાથે હાજર લોકો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

હાર્ટ એટેક કેમ આવે છે?

હાર્ટ એટેક એ મોટાભાગે અમુક ઉંમર પછી આવતો હોવાનું મનાય છે. પરંતુ હમણાં ઘણા સમયથી હાર્ટએટેકના કારણે ગુજરાતના અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે. છેલ્લા બે મહિનામાં હાર્ટ એટેકના કારણે ગુજરાતના 20 થી વધુ યુવકોના મોત નિપજ્યાં છે. જેને લઈને તબીબો પણ આ વાતનું સાચું કારણ શોધી રહ્યા હતા કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે કારણ શોધી રહેલા નિષ્ણાતોના મતે યુવાનોને આવતા હાર્ટએટેક એ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ તેમજ શરીરમાં પ્લેક ફાટવાને લીધે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવો જાણીએ આ પ્લેક શું છે.