સુરતમાં વધુ એક આશાસ્પદ યુવકનું છાતીમાં દુખાવા બાદ મોત, હાર્ટ એટેકની આશંકા
આજકાલ દેશ અને દુનિયામાં હાર્ટ એટેકના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. અગાઉ મોટાભાગે આધેડ વયના લોકો આ રોગથી પીડાતા હતા. પરંતુ હવે હાર્ટ એટેક ના કિસ્સા એટલા સામાન્ય થઈ ગયા છે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. એવામાં આજે આવા જ સમાચાર સુરત આવ્યા છે.
સુરતના સચિન વિસ્તારમાં એક યુવકનું અચાનક મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ડાઈંગ મીલ માંથી કામ કરીને ઘરે આવ્યા બાદ અચાનક યુવક ને છાતીમાં દુખાવો ઉપડતાં તેનું મૃત્યુ હોવાની જાણકારી સામે આવી છે.
જાણકારી મુજબ, ડાઈંગ મીલ માં કામ કરનાર 27 વર્ષે મોહમ્મદ જહાંગીર અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં તેનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. યુવક સાથે કામ કરનાર લોકો દ્વારા 108 ને આ મામલામાં જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ 108 ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી મૃતક ની સારવાર શરૂ કરી હતી. તેમ છતાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું યું હતું. સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા મૃતક ને પીએમ અર્થે ખસેડી આ મામલામાં વધુ તપાસ શરુ કરી છે.
આ મામલામાં કુતુબુદ્દીન અંસારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, યુવક રામેશ્વર કોલોની સચિન જીઆઈડીસીમાં રહેતો હતો. જહાંગીર નવ વાગ્યાના ડ્યુટી ગયેલો હતો. ત્યાર બાદ આવીને તે સૂઈ ગયો હતો. તેના લગ્ન નહોતા. ત્યારબાદ આ પ્રકારની દુર્ઘટના સર્જાતા તેને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવતા પીએમની કાર્યવાહી શરૂ કરાઈ હતી.
તેની સાથે તમને જણાવી દઈએ કે, જો કોઈને હાર્ટ એટેક આવે તો તે દર્દીને તાત્કાલિક CPR આપવું જોઈએ. આ ટ્રિકનો ઉપયોગ કરીને દર્દીની જિંદગી ઘણી હદ સુધી બચાવી શકાય છે. CPR એટલે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન. આ પણ એક પ્રકારની પ્રાથમિક સારવાર એટલે કે પ્રાથમિક સારવાર છે. જ્યારે પીડિતને શ્વાસ લેવાનું બંધ થઈ ગયું હોય અથવા હાર્ટ એટેક આવ્યો હોય ત્યારે આ ટેકનિકનો ઉપયોગ કરીને તેનો જીવ બચાવી શકાય છે.તેના દ્વારા દર્દી માં લોહી અને ઓક્સિજનનો પુરવઠો ફરી શરૂ થાય છે.
ડોક્ટરોના જણાવ્યા મુજબ, જ્યારે પણ કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે, ત્યારે તેને જમીન પર સીધો સુવડાવો અને પછી ઘૂંટણ પર તેની પાસે બેસો. આ પછી બંને હાથની હથેળીઓને એકસાથે જોડો અને પીડિત ની છાતીને જોરથી દબાવવાનું શરૂ કરો. લગભગ 100-120/મિનિટના દરે છાતી ને દબાવીને રક્ત અને ઓક્સિજનનો પુરવઠો ફરી શરૂ થવાની સંભાવના છે.
CPR આપવાથી દર્દીનું જીવન બચે છે પરંતુ જોખમ રહે છે. તેથી, સીપીઆર પછી તરત જ, દર્દીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરો. જેથી એન્જીયોગ્રાફી કરી વધુ સારવાર શરૂ કરી શકાય. ઘણી વખત દર્દીની નસો બ્લોક થઈ જાય છે, તેવા કિસ્સામાં તાત્કાલિક સર્જરીની જરૂર પડે છે.